________________
૨૬
ભર્તૃહરિકૃત પુરુષ જાતે વિવેકી હોય છે અને સ્નેહીબંધુઓ પણ તેને બહુ બહુ ઉપદેશ કરે છે તે પણ કામને આધીન થઈ જવાથી, તે કર્તવ્ય કર્મને ત્યાગ કરે છે અને પોતાનું હિત કરનારા એવા તેઓના સદુપદેશને તિરસ્કાર કરે છે, પરંતુ કામનારહિત પુરુષને આ જગત્ વિષે સંસારના ભેગવિલાસ જોઈને જરા પણ વિકાર થતું નથી. આ ઉપરથી નિશ્ચય થાય છે, કે સંપૂર્ણ અનર્થનું મૂળ કામ જ છે. ૪૬ :રાવરિળતઃ
यदा देवादीनामनि भवति जन्मादि नियतं महारम्ये स्थाने ललितललनालोलमनसाम् । तदा कामार्तानां सुगतिरिह संसारजलधौ निमग्नानामुच्चैरतिविषयशोकादिमकरे ॥४७॥
સુંદર લલનાઓની સાથે ભેગ ભેગવવાની ઇચ્છા થવાથી જેમનું ચિત્ત ચંચળ બની ગયેલું છે એવા, મહા રમણીય એવી હવેલીઓમાં રહેનારા કામાતુર દેવાદિકોને પણ મર્ચ લેકમાં અવશ્ય જન્મ લેવું પડે છે. તે પછી અતિ વિષયરૂપ અને શેકાદિકરૂપી મગરમચ્છાથી ભરપૂર સંસારસિંધુમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયેલા કામાતુર પુરુષની તે આ લેકમાં કેમ જ સદ્ગતિ થાય ? ૪૭ : વરિળીવરઃ
(મનને શિખામણ) न जानी चेतः क्वचिदपि हितं लोकमहितं भ्रमद्भोगाकांक्षाकलुषिततया मोहबहुले। जगत्यत्रारण्ये प्रतिपदमनेकापदि सदा हरिध्याने व्यग्रं भव सकलतापैककदने ॥४८॥
હે મન ! તું ભેગ ભેગવવાની આકાંક્ષાને લીધે મલિન થઈ ગયું છે. માટે પુષ્કળ મેહથી ભરેલા અને ડગલે