Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 296
________________ વિજ્ઞાનવક ૩૯ એમાં મનુષ્ય મમત્ત થઇ જાય છે. પરંતુ એટલામાં તે તેનાં મહા પ્રબળ પાપાને લીધે તેના મસ્તક ઉપર અણુ ચિંતન્યા કાળ આવીને પડે છે, કે જેથી તેનું મરણુ નિપજે છે અને મનના મનાથ મનમાંજ રહી જાય છે. ૭૨ : शार्दूलविक्रीडितवृत्त : भानुर्भूवलयप्रदक्षिणगतिः क्रीडारतिः सर्वदा चन्द्रोऽप्येष कलानिधिः कवलितः स्वर्भानुना दुःखितः । ह्रासं गच्छति वर्धते च सततं गीर्वाणविश्रामभूस्तत्स्थानं खलु यत्र नास्त्यपहतिः क्लेशस्य संसारिणाम् ॥७३॥ ક્રીડાપરાયણ સૂર્યને પણ પૃથ્વીના મંડળની નિત્ય પ્રદક્ષિણા કરી પડે છે, તથા રાહુ પર્વને દિવસે તેના ગ્રાસ કરીને તેને દુઃખ દે છે. તેમજ કળાના નિધિરૂપ ચંદ્રને પણ રાહુ ગ્રાસ કરીને તેને દુઃખ દે છે. દેવાના વિશ્રાંતિભૂમિપ સ્વર્ગના પણ નિત્ય નાશ અને ઉત્પત્તિ થયા કરે છે. આ રીતે સંસારી પ્રાણીઓના કલેશને નાશ કરીને સુખ આપે તેવું કોઇ પણ સ્થાન નથી. (માત્ર એક બ્રહ્મધામજ સુખદાયક છે.) ૭૩ : वसन्ततिलकावृत्त : भूमण्डलं लयमुपैति भवत्यबाधं लब्धात्मकं पुनरपि प्रलयं प्रयाति । आवर्तते सकलमेतदनंतवारं ब्रह्मादिभिः सममहो न सुखं जनानाम् ॥ ७४ ॥ આ ભૂમંડળ અડચણ વગર લય પામે છે, ઉત્પન્ન થાય છે, અને પાછું લય પણ પામે છે. એટલુંજ નહિ, પરંતુ આખું બ્રહ્માંડ બ્રહ્માદિક દેવાની સાથે અનેકવાર ઉત્પન્ન થઈને પાછું નાશ પામે છે અને પાછું ઉત્પન્ન થાય છે. અરેરે! આ પૃથ્વી પર મનુષ્ચાને બ્રાધામ વિના કાઇ પણુ ઠેકાણે સુખ નથી. ૭૪

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328