Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 317
________________ ભર્તુહરિકૃત તે થયું જાય છે, તેથી ઊલટું થતું જ નથી, માટે ગઈ વહુને ન સંભારતાં અને ભાવ્ય વસ્તુનું ચિંત્વન કર્યા વિના જેનું આગમન અને નિર્ગમન અતકિત છે એવા ભેગોને અનુભવ કર. (અથાત્ યચ્છાથી જે કંઈ ભાગ તને આવી મળે, તે ભગવી સંતુષ્ટ રહે.) ૧૪ શિવપ્રસાદ-જ્ઞાનને અધિકારી શાર્દૂવીતિવ્રતા पाणिं पात्रयतां निसर्गशुचिना भैक्षेण संतुज्यतां यत्र क्वापि निषीदतां बहुतणं विश्वं मुहुः पश्यताम् । अत्यागेऽपि तनोरखण्डपरमानन्दावबोधस्पृहां मर्त्यः कोऽपि शिवप्रसादसुलभा संपत्स्यते योगिनाम् ॥१५॥ હસ્તને પાત્ર કલપે, સ્વભાવ શુદ્ધ ભિક્ષાન્નથી સંતુષ્ટ થાઓ, હરકેઈ પણ સ્થાનમાં નિવાસ કરો અને આ વિશ્વને વારંવાર તૃણવત્ જુવો. કેઈક મનુષ્ય ગીઓની પેઠે શરીરનો ત્યાગ કર્યા વિના પણ શિવના પ્રસાદથી સુલભ એવા અખંડ, પરમાનંદના જ્ઞાનની આકાંક્ષાને સંપાદન કરે છે. ૧૫ તાત્પર્ય–આત્મા અને શિવ એક જ સૂપ છે. વિષયની નિવૃત્તિ થયા કેડે આત્મસ્વરૂપ જોવામાં આવે છે અને વિષને રોધ કરવાનું સાધન રોગ છે. યોગીઓ ગાભ્યાસથી સદેહે અંતરાત્મા ચિદાનંદનાં દર્શન કરે છે; પરંતુ તે દર્શન સવને થવાં દુર્લભ છે, છતાં કોઇ ભાગ્યે જ શિવકૃપાથી તે અખંડ જ્ઞાન સંપાદન કરે છે; પરંતુ જ્યારે આ સંસારને તૃણવત્ જુવે છે ત્યારે તે જ્ઞાનને અધિકારી થાય છે. મિથ્યાભિમાનીને ઠપકો થાય शार्दूलविक्रीतवतः पातालान विमोचितो बत बली नीतो न मृत्युः क्षयं नो मृष्टं शशिलाञ्छनं च मलिनं नोन्मूलिता ब्याधयः।

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328