________________
ભર્તુહરિકૃત તાત્પર્ય-હે ચિત્ત! જ્યાં જ્યાં રાજાની દષ્ટિ જાય, ત્યાં ત્યાં જનાર ને નાચનાર વેશ્યાના જેવી લમીનું ચિન્તન કરવું તું છોડી દે, કારણ કે હવે અમે તે કાશીમાં જઈને રહેતાં માત્ર કંથાધારી અને ખોબે જ ભિક્ષા માંગવાની અપેક્ષાવાળા છીએ; પણ ધનાદિ વૈભવની અમને પૃહા નથી. ધન્ય કોણ?
. शार्दूलविक्रीडितवृत्त तुझं वेश्म सुताः सतामभिमताः संख्यातिगाः संपदः कल्याणी दयिता वयश्च नवमित्यज्ञानमूढो जनः । मत्वा विश्वमनश्वरं निविशते संसारकारागृहे सदृश्य क्षणभंगुरं तदखिलं धन्यस्तु संन्यस्यति ॥११॥
મોટું મંદિર, સજજનેથી માન પામેલા પુત્રો, અપાર સંપત્તિ, કલ્યાણકારી સ્ત્રી અને ચઢતી વય છે, એમ જાણતે. અજ્ઞાનથી મૂઢ બનેલો પુરુષ વિશ્વને અમર માનીને સંસારસપી કારાગૃહમાં પ્રવેશ કરે છે, તેને ધન્ય નથી, પરંતુ તે સર્વ ક્ષણભંગુર છે, એમ માનીને જે સંન્યાસ લે છે તેને જ ધન્ય છે. ૧૧
તાત્પર્ય–સંસારપ કારાગૃહને સુખરૂપી અને નિત્ય માનીને તેમાં વૈભવ વિનેદ માનનારાઓને ધન્ય નથી, પણ. સંસારજન્ય સર્વ ક્ષણભંગુર છે, એમ માનીને સંન્યાસ લેનાર જનેને જ ધન્ય છે–તે જને જ સુખી છે. નમવું કોને મહાદેવને.
રિરિનીવૃત્ત न भिक्षा दुष्प्रापा पथि मम महारामरचिते फलैः संपूर्णा भूपिमृगसुचर्मापि वसनम्। सुख, दुःखैर्वा सदृशपरिपाकः खलु तदा त्रिनेत्रं कस्त्यक्त्वा धनलवमदान्धं प्रणमति ॥१२॥