________________
ભર્તુહરિકૃત શનિવૃત્તઃ
कलौ गंगा काश्यां त्रिपुरहरपुर्या भगवती प्रशस्ता देवानामपि भवति सेव्यानुदिवसम् । इति व्यासो ब्रूते मुनिजनधुरीणो हरिकथासुधापानस्वस्थो गलितभवबंधोऽतुलमतिः ॥ ८३॥
કલિયુગ વિષે શંકરની નગરી કાશીપુરીમાં વહેતાં ભગવતી ગંગા ઇંદ્રાદિક મહાન દેવેને પણ નિત્ય સેવવા રોગ્ય છે. આમ મુનિઓમાં મુખ્ય હરિસ્થાપી અમૃતનાં પાનથી નિવૃત્તિસુખને સંપાદન કરનારા, જેના ભવબંધને તૂટી ગયાં છે, એવા મહાબુદ્ધિમાન વ્યાસજી કહે છે. ૮૩ શાસવિદીતિવૃત્ત
यस्याः संगतिरुन्नतिं वितनुते वाराममीषां जनैरुद्रीता कविभिर्महेश्वरमनोभीष्टा महीमण्डले। सा सन्तः शरदिन्दुसोदरपयःपूराभिरामा नदस्कोकश्रेणिमनोज्ञपुण्यपुलिना भागीरथी सेव्यताम् ॥८॥
જે ગંગાનદીમાં સ્નાન કરવાથી મનુષ્યની ગતિ થાય છે, કવિઓ પણ જેના પવિત્ર જળનું વર્ણન કરે છે, વળી આ પૃથ્વી પર બિરાજતાં જે ગગા મહાદેવને ઘણું જ પ્રિય છે, તે શરના ચંદ્રસમાન શ્વેત જળપ્રવાહવડે સુંદર દેખાતાં અને હારબંધ બેસીને શબ્દ કરતા કેક પક્ષીઓ વડે જેનાં પવિત્ર તીરે મનેહર લાગે છે, એવી ભાગીરથી (ગંગા) નદીને, હે સંત પુરુ! તમે સેવા. ૮૪