Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 309
________________ પર ભર્તુહરિકૃત ઃ રાવિક્રીડિતવૃત્ત सन्त्यन्ये त्रिदशापगादिपतनात्पुण्याः प्रयागादयः प्रालेयाचलसंभवा बहुफलाः सिद्धाश्रमा: सिद्धयः। . . यत्राघौघदहा भवन्ति सुधियां ध्यानेश्वराणां चिरं मुक्ताशेषभियां विनिद्रमनसां कन्दाम्बुपर्णाशिनाम् ॥ ९९ ॥ આ કાશીપુરી ઉપરાંત ગંગા, યમુના વગેરે પવિત્ર નદીઓના તટ ઉપર આવેલાં પ્રયાગ આદિ બીજા પણ ઘણુએ પુણ્યકારક તીથો છે; તેમ હિમાલયમાં પણ બહુ ફળ આપનારાં ઘણાં સિદ્ધાશ્રમે ને સિદ્ધિઓ છે. તે સિદ્ધાશ્રમે અને સિદ્ધિઓ કંદ, પાણી અને પાંદડાં ઉપર નિર્વાહ કરનારા, સર્વ જાતના ભયમાંથી મુક્ત થઈ ગયેલા, સાવધાન મનવાળા અને ઘણા કાળ સુધી પરમાત્માનું ધ્યાન ધરનારા બુદ્ધિમાન સિદ્ધ પુરુષના પાપપુંજને બાળી નાંખે છે. ૯૯ શાસ્ત્રવિક્રીતિવૃત્ત केदारस्थानमेकं रुचिरतरमुमानाट्यलीलावनीकं प्रालेयाद्रिप्रदेशे प्रथितमतितरामस्ति गंगानिवेशे। ख्यातं नारायणस्य त्रिजगति बदरीनाम सिद्धाश्रमस्य तत्रैवानादिमूर्तमुनिजनमनसामन्यदानन्दमूर्तः ॥१००॥ હિમાલયના પ્રદેશમાં જ્યાં ગંગા નદી વહે છે, ત્યાં કેદારનાથનું એક રમણીય અને અત્યંત પ્રસિદ્ધ તીર્થ છે; જે પવિત્ર વનસ્થલીમાં પાર્વતીએ શંકરને પ્રસન્ન કરવા માટે નાટયલીલા કરી હતી તે વનસ્થલી પણ ત્યાં છે. બીજું મુનિઓના મનમાં અલૌકિક આનંદ આપનારા અનાદિ મૂર્તિ ભગવાન્ નરનારાયણ દેવને બદરી નામને સિદ્ધાશ્રમ છે, તે પણ ત્રણ લોકમાં પ્રસિદ્ધ છે. ૧૦૦ - a તિ શ્રીમદ્ભાગર્ષિકવરમâહરિકૃતિ વિજ્ઞાનશતરું સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328