Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 297
________________ ભર્તુહરિકૃત અર્થનો અનર્થતા ઃ શિરિની વૃત્ત निषिद्धत्वेनापि प्रतिदिवसमाधावति मनः । पिशाचस्तत्रैव स्थिररतिरसारेऽपि चपलो न जाने केनास्य प्रतिकृतिरनार्यस्य भविता ॥ ७५ ॥ અરેરે ! અનર્થનું કારણ અર્થ છે, એમ સેંકડે શ્રુતિવચનથી અને ગુરુવચનથી જાણ્યું, તેને નિષેધ કરનાર વચને પણ સાંભળ્યાં, છતાં પણ પ્રતિદિવસ મન અનર્થકારક ધનની પાછળજ દેડ્યા કરે છે. અને ચપળ એવા પુરુષ પિશાચ થઈને અસાર એવા તે , ધનની ઉપર જ સ્થિર પ્રીતિ બાંધી બેસે છે. અરેરે ! મને ખબર પડતી નથી કે હવે અનાર્ય(નીચ) એવાં મનને અનર્થરૂપ અર્થથી પાછું વાળવાને શે ઉપાય કરે? ૭૫ : શિરિનવૃત્ત : अरे चेतश्चित्रं भ्रमसि यदपास्य प्रियतमं मुकुन्दं पावस्थं पितरमपि मान्यं सुमनसाम् । बहिः शब्दाद्यर्थे प्रकृतिवपले क्लेशबहुले न ते संसारेऽस्मिन्भवति सुखदाद्यापि विरतिः ॥७६॥ હે મન ! આશ્ચર્યની વાત તે એ છે, કે તારા હૃદયકમળમાં બિરાજમાન થયેલા, દેવામાં પણ માન્ય, સર્વ જિગતના પ્રિયતમ પિતા એવા શ્રી મુકુંદને ત્યાગ કરીને આ સંસારમાં સ્વભાવથી જ ચપળ, પુષ્કળ કલેશવાળા શબ્દ, સ્પર્શ, આદિ બાહ્ય વિષયમાં જ તું ભટકયા કરે છે, અને સંસારમાં ભટકયા છતાં હજી સુધી તને સુખદાયક વિરતિ ઉપર પ્રીતિ થતી નથી. માટે હવે તું શાંત થા. ૭૬

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328