________________
૪૧
વિજ્ઞાનશતક દરિવરિત્ત - '
अहं श्रान्तोऽध्वानं बहुविधमतिक्रम्य विषम धनाकांक्षाक्षिप्तः कुनृपतिमुखालोकनपरः। इदानीं केनापि स्थितिमुदरकूपस्य भरणे कदन्नेनारण्ये कचिदपि समीहे स्थिरमतिः॥ ७७॥
મારે આજીવિકા માટે ધન સંપાદન કરવાની ઈચ્છાથી અનેક દુષ્ટ રાજાઓનાં મુખ જેવાં પડ્યાં અને તે રાજાએને મળવા માટે અનેક દેશમાં જવા માટે અનેક જાતના ભયંકર માર્ગો ઉલલંઘતાં ઉ૯લંઘતાં હું થાકી પણ ગ. માટે હવે તે હું હરકોઈ ક્ષુદ્ર અન્નથી મારે આ ઉદરસૃપી કે પૂરવા માટે મનને સ્થિર કરીને કોઈ પણ અરણ્યમાં નિવાસ કરવાની ઈચ્છા રાખું છું. ૭૭ ઃ શાર્દૂલવિક્રીતિવૃત્તઃ
सा गोष्ठी सुहृदां निवारितसुधास्वादाधुना कागम. त्ते धीरा धरणीधरोपकरणीभूता ययुः क्वापरे। ते भूपा भवभीरवो भवरताः कागुनिरस्तारयो हा कष्टं च च गम्यते न हि सुखं क्वाप्यस्ति लोकत्रये ॥७८॥
અમૃતના રસને સ્વાદ પણ જેની આગળ તુચ્છ છે એવી સ્નેહી જનની બેઠડી પણ કોણ જાણે કયાંએ જતી રહી! રાજાએ પર પણ ઉપકાર કરનારા ધીર પુરુષ પણ કોણ જાણે કયાંએ જતા રહ્યા ! શત્રુઓને સંહાર કરનારા અને સંસારના ભયથી ડરીને શિવની ભક્તિ કરનારા રાજામો પણ કોણ જાણે ક્યાં ગયા! અરે રે!! આ કષ્ટ તે અસહ્ય છે. હવે હું ક્યાં જાઊં? વિચાર કરતાં ત્રણે લોકમાં કઈ પણ કકાણે સુખ જોવામાં આવતું નથી. ૭૮