________________
: ચમન્તતિાવૃત્ત :
વિજ્ઞાનશતક
त्वत्साक्षिकं सकलमेतदवोचमित्थं भ्रातर्विचार्य भवता करणीयमिष्टम् । येनेदृशं न भवति भवतोऽपि कष्टं शोकाकुलस्य भवसागरमग्नमूर्तेः ॥६४॥
3.4.
હું ભાઇ! મેં તારા સમક્ષમાં જે સર્વ કર્યું, તેના વિચાર કરીને તારે એવાં ઉત્તમ ઇષ્ટ કર્મ કરવાં, કે જે કર્મ કરવાથી તને ભવસાગરમાં ડૂબી જઈ ને શેક કરવાને દુઃખદાયક સમય ફરી આવે નહિ. (અર્થાત્ તું ઉત્તમ કર્મ કર, કે જેથી તને પરબ્રહ્મની પ્રાપ્તિ થાય.) ૬૪
• શાર્ટૂવિઝીડિતવૃત્ત :
यत्प्रीत्यर्थमनेकधाऽलभि मया कष्टेन वस्तु प्रियं स्वस्याशाकवलीकृतेन विकलीभावं दधानेन मे । तत्सर्व विलयं निनाय भगवान् यो लीलया निर्जरो मां हित्वा जरयाकुलीकृततनुं कालाय तस्मै नमः ॥६५॥
મેં આ શરીરના સંતેષને માટે કષ્ટ સહન કરીને અનેક પ્રકારે પ્રિય વસ્તુએ સંપાદન કરી હતી અને તે સમયે મેં મારી આશાને પણ ભંગ કર્યો હતા, તથા હું પરિશ્રમને લીધે વિકલ થઈ ગયા હતા; પરંતુ જરારહિત ભગવાન્ કાળે રમત માત્રમાં તે સર્વેના નાશ કરી નાંખ્યા અને મારા શરીરને પણ જરાવસ્થાથી– વૃદ્ધાવસ્થાથી વ્યાકુળ કરી દીધું છે; માટે હું તે કાળરૂપી પરમાત્માને પ્રણામ કરું છું. ૬પ