________________
શૃિંગારશતક સાથે જ રહે છે અને જે સ્થાનમાં ગંગા નદીના તરંગ દષ્ટિએ પડે છે, તે સ્થાનમાં રહેતા હોય તે ત્યાં જ રહી રુદ્રાક્ષમાલા ધારણ કરી જપ કર્યા કરે છે. તેઓને જે અવસ્થા પ્રાપ્ત થાય તે અવસ્થાને જ તેઓ વળગી રહે છે. અવસ્થાંતર કરવાની અથવા અવસ્થાનુસાર વસ્તુઓના વિસ્તારને ધરાવવાની તેઓને ઈચ્છા જ થતી નથી.
. ધન્યવાદને પાત્ર પુરુષ पन्यास्ते वीतरागा गुरुवचनरतास्त्यक्तसंसारभोगा योगाभ्यासेऽतिलीना गिरिवरगहने यौवनं ये नयन्ति । अन्ये प्रोत्तुङ्गपीनस्तनकलशभराक्रान्तकामां दिनान्ते. कान्तामालिङ्गय कण्ठे मृदुतलशयने शेरते तेऽपि धन्याः ॥४॥
આસક્તિ વિનાના, ગુરુવચનમાં રત થયેલા–અવધાન ધરાવતા, સંસારમાંના ઉપભેગેને ત્યાગ કરેલા અને
ગાભ્યાસમાં અતિશય લીન થયેલા જે પુરુષો હિમાલય પર્વત પરનાં અરણ્યમાં વિન વ્યતીત કરે છે તેઓ ધન્ય કહેવાય છે. તેમજ રાત્રિના સમયમાં ઊંચા અને પ એવા સ્તનકલોના ભારે આક્રમણ કરેલાં શરીરને ધરાવતી કાંતાના કંઠનું આલિંગન કરી જે અન્ય પુરુષો અતિ મૃદુ-સુંવાળી શય્યા પર શયન કરે છે તેઓ પણ ધન્ય કહેવાય છે. ૪
ભાવાર્થ-સંગત્યાગી ભેગીઓ અને વિવાહિત સ્થિતિ ગાળનારા સંગપ્રિય ગૃહસ્થ સંગદેષથી અલિપ્ત હોવાથી ધન્યવાદને પાત્ર છે પણ કાયિક, વાચિક અને માનસિક સંગદેષવાળા તદિતર દુરાચારી પુરુષ સંગદેષથી અલિસ ન હોવાથી ધન્યવાદને પાત્ર નથી.