________________
વૈરાગ્યશતક ભેગવિલાસની ઈચ્છા નિવૃત્ત થઈ, પુરુષત્વનું અભિમાન ગળી ગયું, પ્રાણસમાન સુહૃદુ-સંબંધીઓ પણ બહુમાન ધરાવતા હોવા છતાં સર્વર પોતાની દશાએ પહોંચ્યા લાકડીને ટેકે પરાણે ધીરે રહીને ઉઠાય બેસાય છે અને આંખે અંધારાં આવે છે, એવી દશા થઈ, તે પણ અહો! આ નીચ દેહ તો હજી પણ મરણ થકી થનાશ નાશના ભયથી થરથરી જાય છે. હું शार्दूलविक्रीडितवृत्त
आशानामनदी मनोरथ जला तृष्णातरङ्गाकुला रागपाहवती वितर्कविहगा धैर्यद्रुमध्वंसिनी। मोहावर्तसुदुस्तराऽतिगहना प्रोत्तुङ्गचिन्तातटी तस्याः पारंगता विशुद्धमनसो नन्दन्ति योगीश्वराः ॥१०॥
આશા નામની નદી છે. જેમાં મનેરથરૂપી જલ છે, જે તૃઢપી તરંગોથી વ્યાકુળ છે, જેમાં નેહરુપી મગર છે, જેમાં વિતર્કપી પક્ષીઓ વસે છે, જે ધર્યાપી વૃક્ષને નાશ કરે છે, જે મેહસૂપી ઘુમરીથી અતિ દુસ્તર અને અતિ ઊંડી છે અને જેને મેટું ચિંતાપી તીર હોય છે, તે આશા નદીના પારને પહોંચેલા શુદ્ધ મનવાળા, યોગીશ્વર આનંદ પામે છે. ૧૦
૨ વિષય પરિત્યાગપ્રકરણ ૧૧-૨૦ અવ–સંસારમાં રહીને પ્રાપ્ત કરેલાં સુકૃત પણ દુઃખ-- કારી જ છે. शिखरिणीवृत्त
न संसारोत्पन्नं चरितमनुपश्यामि कुशलं विपाकः पुण्यानां जनयति भयं मे विमृशतः। *મહાદુઃખાર પૈડાવસ્થા આવતાં પણ માણસને મરણભય લાગે છે.