________________
વિજ્ઞાનશતક
૧૭ તદ્દન કામનારહિત, ભૂત તથા ભવિષ્યને સર્વાત્મક બહાને–પરમાત્માને જેનારા, જ્ઞાનવડે પાપને નાશ કરનારા, કર્મના ફળના સંગથી રહિત તથા અહંકાર વિનાના મુનિજને અનુપમ આનંદની મૂર્તિ પ પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, અને જે સ્થાનમાં ગયા પછી કામપી મગરવાળા સંસારસિધુમાં તેમજ અત્યંત દુર્ગધી અને દુઃખદાયક એવા માતાના ઉદરમાં ફરીને જન્મ ધારણ કરતા નથી. ૨૮
તાત્પર્ય-પરબ્રહ્મના સ્વરૂપને પ્રાપ્ત થનારે, જન્મમરણના ફેરામાંથી મુક્ત થાય છે. : वसन्ततिलकावृत्त :
ब्रह्मामृतं भज सदा सहजप्रकाशं सर्वान्तरं निरवधि प्रथितप्रभावम् । यद्यस्ति ते जिगमिषा सहसा भवाब्धेः पारे परे परमशर्मणि निष्कलंके ॥ २९ ॥
હે જીવ! તારે જે એકદમ સંસારરૂપી સાગરને તરી જઈને તેને પેલે તીર-કે જે સર્વ જાતના કલેશેથી રહિત અને પરમ કલ્યાણકારક છે, ત્યાં–જવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક રીતે જ પ્રકાશપ, સર્વના અંતઃકરણમાં , બિરાજમાન, અનન્ત (છેડા વિનાના), મહા પ્રખ્યાત પ્રભાવવાળા અવિનાશી પરબ્રહ્મનું તું સદા ભજન કર. ૨૯ ઃ રિાહળિીવૃત્તઃ
चिदेव ध्यातव्या सततमनवद्या सुखतनुनिराधारा नित्या निरवधिरविद्यादिरहिता। अनास्थामास्थाय भ्रमवपुषि सर्वत्र विषये सदाशेषव्याख्यानिपुणमतिभिः ख्यातयतिभिः॥३०॥