________________
ભર્તુહરિકૃત महद्भिः पुण्यौधैश्चिरपरिगृहीताश्च विषया महान्तो जायन्ते व्यसनमिव दातुं विषयिणाम् ॥११॥
સંસારમાં ઉત્પન્ન થયેલું કઈ પણ કર્મ હું સુખકર જેતો નથી; કારણ કે વિચાર કરી જતાં તે પુણ્યનું પરિણામ પણ મને ભય ઉત્પન્ન કરે છે, કેમકે મહાપુણ્યના એળે કરીને પ્રાપ્ત થયેલા એવા ચિરકાળથી ગવાતા વિષય પણ અનુરાગી (વિષય ભોગવનાર) પુરુષને મહા દુઃખના કારણરૂ૫ થઈ પડે છે.* ૧૧
અવ–પોતે તજેલા વિષયો પુરુષને સુખ આપે છે. शिखरिणीवृत्त
अवश्य यातारश्चिरतरमुषित्वापि विषया वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् ।
* સંસારથી ઉત્પન્ન થયેલું ચરિત સુખકર થતું નથી; કારણ કે પુણ્યને પરિપાક સુખકર જ નીવડે છે, એટલે પુણ્યનું પરિણામ જ દુઃખકર છે એમ કહેવાય. મોટાં પુણયથી પ્રાપ્ત થયેલાં સુ-વિષયો તેને ભોગવનારને પાછો :ખમાં નાંખે છે. અર્થાત્ આ સંસારમાં મહા પુણ્ય કર્યા હોય તે સ્વર્ગ મળે અને ત્યાં જઈને જ્યાં સુધી પુણ્ય પહોંચે ત્યાં સુધી સુખ માણે; પુણ્યને અવધિ પૂરો થાય એટલે પાછો “ક્ષીને પુજે કર્યો વિરાન્તિ’ એ વચનાનુસાર મૃત્યુલોકમાં પડે. આમ થતાં જન્મમરણ છૂટે નહિ, માટે સંસારમાં રહીને પારલેકિક સુખને માટે પુણ્યદાન કર્યા કરતાં સંસારનો ત્યાગ કરી પરબ્રહ્મમાં લીન થવું એ જ ઉત્તમ છે, એથી જ મોક્ષ મળે છે અને ચોરાશી લક્ષના ફેરામાંથી શ્યાય છે. રામવિ (ટીકાકાર) કહે છે કે, મહાપુણ્ય કરીને પ્રાપ્ત થયેલાપુપ, ચંદન ને સુંદર સ્ત્રી વગેરે વિષયો જેમ જેમ બહુ ગવાય છે, તેમ તેમ મોટા મોટા દુઃખના કારણરૂ૫ થતા જાય છે. વેતની રીતે સેવન કરતાં મોક્ષ ચઢે છે અને તેની જ કામના રાખવી જોઈએ; કારણ કે ૨વર્ગમાં ગયેલો પુરુષ, પુણા પૂરું થતાં જન્મમરણના ફેરામાં પડે છે, પણ જીવન્મુક્ત તે ચોરીના ફેરામાંથી સદાને માટે ઘટે છે.