________________
વૈરાગ્યશતક
૨૩ આયુષ્યતરંગ જેવું ચંચળ છે, જુવાનીની શોભા થેડા, દિવસ રહેનારી છે, ધન મરથ જેવું છે, વિષયસુખના પ્રવાહ વર્ષાઋતુની વિજળીના ચમકારા જેવા છે અને સ્ત્રીઓએ કરેલું ગાઢ આલિંગન પણ ચિરકાલ રહેતું નથી. માટે હે જન ! તમે સંસારના ભયરૂપી સમુદ્રના પારને તરવા માટે બ્રહ્મમાં આસક્ત ચિત્તવાળા થાઓ. ૩૬
સારાંશ-વિચારવાળો પુરુષ લેભથી પરાભવ પામતો નથી.
સંસારમાં કાંઈ પણ સુખનું સાધન નથી. स्रग्धरावृत्त कृच्छ्रेणामध्यमध्ये नियमिततनुभिः स्थीयते गर्भमध्ये कान्ताविश्लेषदुःखव्यतिकरविषमो यौवने चोपभोगः। नारीणामप्यवज्ञा विलसति नियतं वृद्धभावोऽप्यसाधुः संसारे रे मनुष्या वदत यदि सुखं स्वल्पमप्यस्ति किश्चित्॥३७. - વિઝા અને મૂત્રથી ભરેલા અપવિત્ર ગર્ભાશયમાં શરીરને સંકોચીને કષ્ટથી રહેવું પડે છે, વૈવનમાં કરેલે ઉપભોગ સ્ત્રીના વિયોગના દુઃખના સંબંધથી વિષમ થઈ પડે છે, તેમ જ જેમાં સ્ત્રીઓનાં અનાદર શોભી રહે છે એવું દુષ્ટ ઘડપણ અવશ્ય આવકારદાયક હેતું નથી. માટે હે મનુષ્યો ! સંસારમાં થોડું પણ જે સુખ હોય તે કહો. ૩૭
તાત્પર્ય–સંસારમાં કોઈ પણ જાતનું સુખ નથી.
એક આશ્ચર્ય. वसन्ततिलकावृत्त
व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम्। आयुः परिस्रवति भिन्नघटादिवाम्भो। लोकस्तथाप्यहितमाचरतीति चित्रम् ॥३॥