________________
વૈરાગ્યશતક
૪૫
તાત્પર્ય-ન્દ્રિયસુખ દુઃખકર છે તેને છેડી દે. સંસા૨માં સઘળું અનિત્ય અને ચંચળ છે તે તજીને નિત્ય તથા સ્થિર ભાવમાં પ્રવૃત્ત થા.
અવ–સાંસારિક પુરુષની પાતાનાં ચિત્તપ્રતિ ઉક્તિ. शार्दूलविक्रीडितवृत्त
मोहं मार्जय तामुपार्जय रतिं चन्द्रार्धचूडामणौ चेतः स्वर्गतरङ्गिणीतटभुवामा संगमङ्गीकुरु । को वा वीचिषु बुदबुदेषु च तडिल्लेखासु च स्त्रीषु च ज्वालाग्रेषु च पन्नगेषु च सरिद्वेगेषु च प्रत्ययः ॥ ६४ ॥
હે ચિત્ત! મેહુને તજી દે અને જેમની જટામાં અચંદ્ર રહેલા છે એવા શિવમાં પ્રીતિ સંપાદુન કર તથા સ્વર્ગ તર’ગિણી—ગંગાના તીર પ્રદેશનાં સંગનેા અંગીકાર કર; કારણ કે*-તર’ગમાં, પરપોટામાં, વિજળીના લિસાટામાં, સ્ત્રીઓમાં, જ્વાળાના અગ્રભાગમાં, સર્પમાં અને નદીના વેગમાં વિશ્વાસ શા રાખવા? ૬૪
તાપ-આ સંસાર તરંગ, પરપોટા, વિદ્યુલ્લતા, શ્રી અને નદીના વેગ જેવા ક્ષણભંગુર છે, તેના વિશ્વાસ રાખીશ નહિ. કાલે શું થશે તે કેને માલમ છે? માટે હું મન ! સંસારના મિથ્યા અને અનિત્ય મેહને છેાડી દઇ, શંકરના પદ્મમાં અને ગંગાજી ઉપરનાં પુણ્યારણ્યામાં પ્રીતિ કરત્યાં જઈ તેમના સમીપમાં નિવાસ કર.
शार्दूलविक्रीडितवृत्त
चेतश्चिन्तय मा रमां सकृदिमामस्थायिनीमास्थया भूपालभ्रुकुटीकुटीविहरणव्यापारपण्याङ्गनाम् ।
* આ ઠેકાણે જો તું ધારતું હોય કે સુખ લીધા પછી વૃત્રાવસ્થામાં વનવાસ કરીA તે તે ધારવું અનુચિત છે.’ એવે! અર્થ પણ લેવાય છે.