________________
૪૪
ભર્તુહરિકૃત ત્યાગ કર્યા પછી, શાંતિ પામેલું મન યોગીને ઉત્તમ સુખ આપે છે. पृथ्वीवृत्त
परिभ्रमसि किं मुधा वचन चित्त विश्राम्यतां स्वय भवति यद्यथा भवति तत्तथा नान्यथा। अतीतमननुस्मरन्नपि च भाव्यसङ्कल्पयनतर्कितसमागमाननुभवामि भोगानहम् ॥६२॥
હે ચિત્ત! તું વ્યર્થ શા માટે ભ્રમણ કરે છે વાર? કેાઈક સ્થળે વિશ્રાંતિ લેં. જે કાર્ય જે પ્રકારે થતું હોય તે કાર્ય તે પ્રકારે પ્રયત્ન વિના પિતાની મેળે થાય છે. અન્યથા થતું નથી. ગતકાળનું ચિંતન ન કરતાં તથા ભવિષ્ય. કાળને સંકલપ ન કરતાં હું તે અકલ્પિત સમાગમને ધરાવતા ભેગેને અનુભવ કરું છું. ૬૨
મનને શિખામણ. शार्दूलविक्रीडितवृत्त
एतस्माद्विरमेन्द्रियार्थगहनादायासदादाश्रय श्रेयोमार्गमशेषदुःखशमनव्यापारदक्षं क्षणात् । शान्तं भावमुपैहि संत्यज निजां कल्लोललोलां गति मा भूयो भज भंगुरां भवरति चेतः ! प्रसीदाधुना ॥६३॥
હે ચિત્ત! નિરંતર દુઃખ દેનારા આ ઇદ્રિના ગહન વિષચોથી તું ઝટ પાછું ફર તથા શ્રેયના માર્ગરૂપ અને અશેષ દુઃખને શાક્તિ કરવામાં કુશળ એવા શાન્ત ભાવને. એક ક્ષણવાર અંગીકાર કર. જલતરંગ જેવી ચંચળ એવી પોતાની બુદ્ધિને ત્યાગ કર અને ક્ષણભંગુર સંસારની પ્રીતિને ત્યાગ કરીને હવે પ્રસન્ન થા. ૬૩