________________
નીતિશતક
વિધિને અકળ ઉદ્દેશ हरिणीवृत्त
प्रियसख! विपदण्डाघातप्रतापपरंपरा-... परिचयचले चिन्ताचक्रे निधाय विधिः खलः। मृदमिव बलात्पिण्डीकृत्य प्रगल्भकुलालवद्रमयति मनो नो जानीमः किमत्र विधास्यति ॥८८॥
હે પ્રિય મિત્ર ! કુશળ કુંભાર જેમ માટીને બળાત્કારથી પિંડપ કરીને દંડના પ્રહારપરંપરાના પરિચયથી ચાલતા ચાકડા ઉપર ચઢાવે છે, તેમ જ ખળ એ વિધિ પણ વિપત્તિરપી દંડના મારની પરંપરાના પરિચયથી ચાલનારા એવા ચિતાપી ચાકડા ઉપર બળાત્કારથી મૃત્તિકાની પેઠે અમારો પિંડ કરી તેના ઉપર અમને ચઢાવીને અમારા મનને ભમાવે છે. આમાંથી તે શું કરશે, તે અમે જાણતાં નથી. ૮૮
મહાપુરુષોની અટળ ધીરજ हरिणीवृत्त
विरम विरमामुष्मानूनं दुरध्यवसायतो विपदि महतां धैर्यध्वंसं यदीक्षितुमीहसे। अपि जडमते! कल्पापाये व्यपेतनिजक्रमाः कुलशिखरिणः क्षुद्रा नैते न वा जलराशयः ॥८९॥
એ જડ મતિના ! આપત્તિમાં આવી પડેલા મેટા પુરુષોની ધીરજનો નાશ થતો જોવાની તે ઈચ્છા રાખે છે, પરંતુ આ દુષ્ટ નિશ્ચયથી ખરેખર તે વિરામ પામ. કારણું દુનિયાને લય થાય તે પણ મોટા પર્વતનું પરાક્રમ ઓછું થતું નથી, તેમ જ સમુદ્ર પણ ક્ષુદ્ર બની જતા નથી. ૮૯