________________
ભર્તુહરિકૃત ... भाग्यानि पूर्वतपसा खल्लु संचितानि
काले फलन्ति पुरुषस्य यथैव वृक्षाः ॥१७॥
આકૃતિ, કુલ, સ્વભાવ, વિદ્યા અને યત્નથી કરેલી સેવા કોઈ પણ પુરુષને ફલ આપતું નથી, માત્ર પ્રથમ કરેલાં તપથી મેળવેલાં ભાગ્યે, વૃક્ષાની પેઠે, પુરુષને વખતે વખત ફળ આપે છે. ૭ " તાત્પર્ય—જેમ વૃક્ષ સમય આવે ફળ આપે છે, પણ વખત વિના ફળ આપતાં નથી, તેમ ભાગ્ય પણ વખતે ફળ આપે છે. માટે ભાગ્યે જ ફળ આપનાર છે, પણ બીજું કોઈ નથી.
ભાવિની પ્રબળતા સઘળું કર્માધીન છે, માટે મોટો યત્ન કરવાથી પણ જે અવશ્ય થવાનું હોય, તે થાય જ છે. શવિત્રીતિવૃત્ત मजत्वम्भसि यातु मेरुशिखरं शत्रूअयत्वाहवे वाणिज्यं कृषिसेवनादि सकला विद्याः कलाः शिक्षतु। आकाशं विपुलं प्रयातु खगवत्कृत्वा प्रयत्नं परं नाभाव्यं भवतीह भाग्यवशतो भाव्यस्य नाशः कुतः ॥९८॥
(મેટો પુરુષ) જળમાં બૂડે, મેરુ પર્વતનાં શિખર ઉપર જાય, યુદ્ધમાં શત્રુઓને જીતે, વેપાર, ખેડ, સેવા કરે અને સઘળી વિદ્યાઓ ને કળાએ શીખે અને પક્ષીની પેઠે પરમ પ્રયત્ન કરીને મોટા આકાશમાં જાય તે પણ જે ન થવાનું હોય તે થાય નહીં, ને જે થવાનું હોય તેને નાશ ક્યાંથી? અથત નાશ થતું નથી. ૯૮
૧ “અ” ત વાતમાં