________________
ભર્તૃહરિકૃત
गन्तुं पावकमुन्मनस्तद्भवद्दृष्ट्वा तु मित्रापदं युक्तं तेन जलेन शाम्यति सतां मैत्री पुनस्त्वीदृशी ॥ ६६ ॥
પ્રથમ પેાતા પાસે આવેલાં જળને દૂધ પેાતાની મધુશ્તા વગેરે સર્વ ગુણ્ણા આપી દે છે-અન્ને એકરૂપ થઇ જાય છે; પછી અગ્નિના સંયેાગ થવાથી દૂધને તાપ થતા જોઈ, જળ પેવાનાં શરીરને અગ્નિમાં હામે છે-પ્રથમ જળ મળી જાય છે. પછી મિત્ર જે જળ તેની આપત્તિ જોઇ, દૂધ પણ અગ્નિમાં પડવા માટે તૈયાર થાય છે, એટલે તે ઉભરાવા લાગે છે, પછી તેમાં જળ છાંટવાથી તે ઉભરા પાછા એસી જાય છે. સત્પુરુષાની મૈત્રી તે દૂધ અને જળના જેવી હાય છે. ૬૬ મહાત્માનું ઔદાર્ય
મહાત્માઓ ધણાને આશ્રય આપે છે, તેપર સમુદ્રની અન્યાક્તિ.
पृथ्वीवृत्त
इतः स्वपिति केशवः कुलमितस्तदीयद्विषामितश्च शरणार्थिनां शिखरिणां गणाः शेरते । इतोऽपि वडवानलः सह समस्तसंवर्तकैरहो विततमूर्जितं भरसहं च सिन्धोर्वपुः ॥६७॥
સમુદ્રમાં એક ઠેકાણે નારાયણ વે છે, એક ઠેકાણે નારાયણના શત્રુ દૈત્યાના સમુદાય રહે છે, એક ઠેકાણે શરણે આવેલા પર્વતાના સમુદાયે સૂવે છે અને એક ઠેકાણે સઘળા પ્રલયા સાથે વડવાનલ (સમુદ્રમાં રહેનાર અગ્નિ) રહે છે. અહા! એવી રીતે સમુદ્રનું શરીર આશ્ચર્યકારક વિસ્તારવાળું, બળવાળું અને ભારતે સહન કરનારું છે. મહાત્માઓ સમુદ્રની પેઠે ઉપકાર કરનાર અને નહીં ફરનાર સઘળાને આશ્રય આપે
૨૭