________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. કપિલ સ્વેચ્છાથી કીડા કરતો અને વિષયસુખ ભેગવત સુખે રહેવા લાગે. ઉપાધ્યાયે સન્માન કર્યું તેથી લેકે પણ કપિલને સત્કાર કરવા લાગ્યા. વિદ્વાનોની સભામાં પણ તે વિશેષ માન પામવા લાગે, અને રાજસભામાં પણ તે પ્રસિદ્ધ થયો. * એકદા દુષ્કાળને નાશ કરનાર વર્ષાકાળ પ્રાપ્ત થયે. તે તુમાં એક દિવસ કપિલ રાત્રીએ જૈતુથી દેવકુળમાં નાટક જોવા ગયે. ત્યાં નાટક અને સંગીત વિગેરેના વિદમાં ઘણી રાત્રી ગઈ. જ્યારે નાટક સમાપ્ત થયું ત્યારે સર્વે ને પોતપોતાને સ્થાને ગયા. કપિલ પણ ઘર તરફ ચાલ્યો. રાત્રીનો વખત હતા, મેઘને લીધે અંધકાર ગાઢ થયું હતું, તથા વરસાદ વરસતે હતું, તેથી માર્ગમાં કઈ જતું આવતું ન હતું. તે વખતે કપિલે પિતાના મનમાં વિચાયું કે –“હું મારાં વસ્ત્રોને ફેગટ શા માટે ભીનાં કરું? અત્યારે માર્ગ પણ મનુષ્યના સંચાર રહિત છે. ”એમ વિચારી બને વસ્ત્રોને સંકેલી કાખમાં નાંખી તે નગ્ન અવસ્થામાં જ પોતાને ઘેર આવ્યું. ઘરના દ્વાર પાસે આવી વસ્ત્ર પહેરીને તે ઘરમાં પેઠો. તેની ભાર્યાએ ઘરમાંથી બીજાં વસ્ત્રો લાવી તેને કહ્યું કે–“હે પ્રાણેશ! જળથી ભીનાં થયેલાં વસ્ત્રોને મૂકી દો, અને આ કેરાં વસ્ત્ર પહેરે.” તે સાંભળી કપિલ બે કે–- “હે પ્રિયા ! મંત્રની શક્તિથી મારાં વસ્ત્રો ભી જાયાં નથી, જે તને સંશય હેાય તે જોઈને ખાત્રી કર.” તે સાંભળી આશ્ચર્ય પામીને હાથના સ્પર્શથી જેવા લાગી, તે તેવીજ રીતનાં (સુકાં) જાણું આશ્ચર્ય સહિત મનમાં વિચાર કરે છે, તેટલામાં વીજળીને ચમકારે છે. તેના અજવાળાથી તેનું શરીર જળથી આદ્ર થયેલું જોયું, ત્યારે તે કુશાગ્ર (સૂક્ષ્મ) બુદ્ધિવાળી સત્યભામા વિચાર કરવા લાગી કે–“ખરેખર વૃષ્ટિના ભયથી વસ્ત્રો ગુપ્ત કરીને માર્ગમાં નપણેજ આવ્યા છે, અને પિતાની ફેગટ બડાઈ મારે છે. આવી ચેષ્ટાથી આ કુલીન હોય એમ સંભવતું નથી. તો આની સાથે ગૃહવાસે કરીને મારી કેવળ વિડંબના જ છે.” આ પ્રમાણે વિચારીને ત્યારપછીથી તેણી તેની ઉપર મંદ રાગવાળી થઈ, પરંતુ બહારના દેખાવથી તે ગૃહવાસને પાળવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust