________________ પ્રથમ પ્રસ્તાવ. તેને યશેભદ્રા નામની પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા નંદિભૂતિ અને શિવભૂતિ નામના બે પુત્રો હતા. તેઓ પાંચ વર્ષના થયા, ત્યારે તેને પિતા તેમને યત્નપૂર્વક નિરંતર વેદશાસ્ત્ર ભણાવવા લાગ્યો. તે બ્રાહ્મણની કપિલા નામની દાસી હતી, તેને કપિલ નામે પુત્ર થયું હતું. તે પણ તેને જ પુત્ર હતો. પરંતુ તે જાતિહીન હોવાથી તે અધિક બુદ્ધિવાળે હતું, છતાં ધરણજટ તેને શાસ્ત્ર ભણાવતું નહોતું. પણ તે કપિલ માત્ર શ્રવણ કરવાથીજ ચૌદ વિદ્યામાં નિપુણ થયે. તે કપિલ તે ગામમાં જાતિહીન હોવાથી માન પામ્યું નહીં, તેથી તે ઘર બહાર નીકળી ગયે. પછી બે જઈ પહેરી, પિતાને મહાબ્રાહ્મણ કહેવરાવતો બ્રાહ્મણની ક્રિયા કરવામાં કુશળ અને વેદ વેદાંગમાં નિપુણ એ તે કપિલ પૃથ્વી પર અટન કરતે શ્રીરત્નપુર નગરમાં આવ્યો. તે નગરમાં સત્યકિ નામને માટે ઉપાધ્યાય પિતાની લેખશાળામાં ઘણું છાત્રોને વેદશાસ્ત્ર ભણાવતા હતા, ત્યાં કપિલ આવ્યો. તેણે ઉપાધ્યાયને છાત્રો ભણાવતા જોયા તે વખતે પોતાની નિપુણતા બતાવવા માટે તેના છાત્રને વેદના કોઈ એક પદને અર્થ કપિલે પૂછો. તે વખતે સત્યકિએ મનમાં વિચાર કર્યો કે–“ આ મહા પંડિત જણાય છે, કારણ કે એણે જે વાક્ય પૂછ્યું તે તો મને પણ આવડતું નથી, તે તેને પ્રત્યુત્તર આપવા માટે વિદ્યાથી શી રીતે શક્તિમાન થાય?” એમ વિચારી તેનામાં ઉત્કૃષ્ટ વિદ્યાગુણ જોઈ તથા સ્નાન, દાન, ગાયત્રીજાપ વિગેરે બ્રાહ્મણની ક્રિયામાં પણ નિપુણ જાણે તેણે તેને પોતાને સ્થાને સ્થાપન કર્યો. ગુણોથી કેના ચિત્તનું રંજન થતું નથી ? સર્વનાં ચિત્તનું રંજન થાય છે. હવે તે સત્યકિ પંડિતને જ ખૂકા નામની પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી સત્યભામા નામની પુત્રી હતી. તે ઉત્તમ ગુણવાળી અને મનહર રૂપવાળી હતી, પરંતુ કુમારિકા હતી. તેથી તે ઉપાધ્યાયે મનમાં વિચાર્યું કે –મારી પુત્રીને આ વર યેગ્ય છે.” એમ વિચારી ઉપાધ્યાયે તેને તે પુત્રી પરણાવી. તેની સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust