________________ श्री भावचंद्रसूरिविरचित गद्यात्मक श्री शांतिनाथ चरित्र भाषान्तर. (પ્રથમ પ્રસ્તાવ) श्री शान्तिनाथाय नमः // प्रणिपत्यार्हतः सर्वान् , वाग्देवीं सद्रूनपि / गद्यबन्धेन वक्ष्यामि, श्रीशांतिचरितं मुदा // 1 // . “સ અરિહંતોને, સરસ્વતિ દેવીને તથા સદગુરૂઓને પણ નમસ્કાર કરીને હર્ષ પૂર્વક ગદ્યની રચનાવડે શ્રી શાંતિનાથ સ્વામીનું ચરિત્ર હું કહું છું.” સર્વે સંસારી જી અનંત કાળથી અનંતવાર ભવભ્રમણ કરતા આવે છે; પરંતુ જે પ્રાણ જે વખતે ક્ષાયિક સમકિતને પામે છે, તે વખતથી તેના ભવની સંખ્યા થાય છે, જેમકે શ્રી ઋષભદેવ સ્વામીએ ધનસાર્થવાહના ભવમાં શ્રેષ્ઠ તપવડે નિર્મળ શરીરવાળા, પવિત્ર ચારિત્ર પાળનાર અને ઉત્તમ પાત્રરૂપ મુનિઓને ઘણું ઘીનું દાન કર્યું, તે દાનપુણ્યના પ્રભાવથી તે ભવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. (આ ભવ પશ્ચાનુપૂવીએ ગણતા તેરમે હત) બીજા જિનેશ્વરેને પણ સમકિતની પ્રાપ્તિના વખતથીજ ભવની સંખ્યા ગણાય છે. શ્રી શાંતિનાથ જિનેશ્વરના તે પ્રમાણે બાર ભવ થયા છે. તેમાં પ્રથમ ભવ કહીએ છીએ: આ જંબદ્વીપના ભરત ક્ષેત્રમાં અનંત રત્નોનાં સ્થાન રૂપ શ્રીરત્નપુર નામનું નગર છે. તેમાં શ્રીeણ નામે રાજા હતા. તે ન્યાય* ધર્મમાં નિપુણ, પરોપકાર કરવામાં તતપર, પ્રજાનું પાલન કરવામાં 1 ક્ષયોપશમ કે ઉપશમ સમકિત પામ્યા પછીથી પણ ભવ ગણતી ગણાય છે. અહીં ક્ષાયિક કહેલ છે તે વિચારવા યોગ્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust