________________
શ્રી ૧
} સમર્પણ.
પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય, જ્ઞાન-ગરિષ્ટ, પુણ્ય પ્રભાવિક, ગંભિર ગુણ નૈષ્ટિકબાળ બ્રહ્મચારી આચાર્યશ્રી વિજયનીતિ સૂરીશ્વરજી મહારાજશ્રીના કરકમળમાં
આપની અનુપમ ઉપદેશ શૈલી, શાસનપ્રતિ અપૂર્વ પ્રેમ, અવિચળ શ્રદ્ધા, વિશુદ્ધ ચારિત્ર, હાર્વિક નિખાલસતા, વિદ્યાપ્રતિ પ્રેમ, અને સીઝાતા સ્વામી ભાઈ પ્રતિ દયાથી દ્રવિત થતું આપનું કમળ અંત:કરણ નિહાલી પારાવાર આનંદ થાય છે,
આપે ઘણું સ્થળોએ વિહારે કરી, ઉપધાન, અઠાઈ મહોત્સવ સંઘ આદિ ધર્મનાં કાર્યો કરાવી ધર્મમાગની વૃદ્ધિ કરી છે,
ઘણા મુનિ મહારાજાઓને પન્યાસપદ, કેટલાકને ગણી પદ અને અમુકને આચાર્ય પદ આદિ અર્પે પદાપિત કર્યા છે તેજ આપની પ્રભુતા અને પ્રભાવનું પ્રતિબિંબ છે.
આપ સાહેબે ધાર્મિક માંગલિક કાર્યો કરાવ્યાં તેમાં બે મુખ્ય કાર્યો આપની પુણ્ય સ્મૃતિ તરીકે તરી આવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com