________________ 13. વગેરે જેવાને પરસ્પર ચર્ચા કરવા માંડી. બરાબર સવ" ગણત્રી કર્યા પછી તેઓએ એકાંતમાં રાજાને કહ્યું: હે રાજેદ્ર, જે રૂપમેન કુંવર સાથે આ કન્યા વિવાહ થશે. તો ચેરીમાં ચોથે ફેરે કુમારનું મરણ થશે તેમાં સંદેહ નથી.. આ સાંભળીને રાજ ખૂબ ઝંખવાણો પડી ગયો. ઘડી પહેલાં હર્ષ હતો તે વિલીન થયો ને તેને સ્થાને તે શેકાતુર થયો. થોડી વાર પછી તેણે મંત્રીને પૂછયું છે મંત્રીશ્વર! હવે શું કરવું ? ધારાનગરીના રાજાએ રૂપસેનને યોગ્ય ધારીને આ કન્યાને અહીં લગ્ન માટે મેકલી છે. હવે જે તે પાછી જાય તે અમારા બનેની આબરૂ કેવી રીતે રહેશે? આથી કાંઈક ઉપાય શોધી કાઢ જોઈએ.. કહ્યું છે કે, ' यस्य बुद्धिर्वलं तस्य / निर्बुद्धस्तु कुतो वलं // ... वने सिंहो मदोन्मत्तः। शशकेन निपातितः // 27 // ' અર્થાત–જેને બુદ્ધિ હોય છે તેને બળ હોય છે. બુદ્ધિ વગરનાને બળ ક્યાંથી હોય? વનમાં મમત. સિંહને પણ બુદ્ધિબળથી સસલાએ હરાવ્યું હતું. (27) મંત્રીએ કેટલીક વખત વિચાર કર્યા પછી કહ્યું. જે આ કન્યાને વિવાહ રૂપરાજ કુમાર સાથે થઈ જાય તે બહુ સારું. " આ બાબત રાજાએ જોષીઓને પૂછતાં તેમણે તે બનેને એગ સુખકારી જણા. આથી રાજાએ આ બાબત ધારાનગરીના મંત્રીઓને કહી. તેઓએ પણ વિચાર કરીને રૂપરાજ કુમાર સાથે કન્યાનું લગ્ન થાય તેમાં સંમતિ આપી. આમ ભવિતવ્ય કદી ફરતું નથી. કહ્યું છે કે, P.P. Ac. Gunratchais Giuk Saradhak Trust