________________ 42 પશ્ચાત્તાપ થવાથી માળણે પડેશણને કહ્યું. અરે, આ કુમાર તો મારે ઘેર જ રહેશે. હું જ એને વનમાંથી મારે ઘેર લાવી છું. તું કંકાસ કરવા માટે આવું બેલે છે? હે કુમાર, હવે તમારું ઘર માનીને અહીં રહે. આમ તે બન્ને વચ્ચે કલહ થયે, પણ કુમારે તેમને શાંત પાડ્યાં ને માળણને કહ્યું- હે માળણ ! તે હમણાં જ મને તારા ઘરમાં રહેવાની ના પાડી તો હવે આ પડોશણ જોડે વ્યર્થ કંકાસ કેમ કરે છે? ધન જ આનું કારણ જણાય છે. આ તો પેલી રામ-વસિષ્ઠની વાત જેવું થયું. વનવાસ જતી વખતે રામલક્ષ્મણ વસિષ્ઠને વંદન કરવા તેમના આશ્રમે ગયા ત્યારે તેમને નિધન જાણીને હું હમણાં ધ્યાનમાં છું એમ પોતાના શિષ્યના મોઢે કહેવડાવ્યું, એટલે. બને તેને વંદન કર્યા સિવાય વનમાં ગયા. પછી જ્યારે રાવણને હરાવ્યા બાદ નોકર ચાકરો ને દ્ધિસિદ્ધિ સાથે તેઓ અયોધ્યા પાછા ફરતા હતા ત્યારે વસિષ્ઠને આશ્રમ. રસ્તામાં આવતાં તેમના વંદનાથે તેઓ ગયા. આ વખતે. વસિષ્ઠ પણ તેમની સામા જઈને બહુ આદર સત્કાર, કર્યો. રામથી સહસા પૂછી જવાયું. स एवाहं स एव त्वं / स एवायं त्वदाश्रमः // गमनावसरे नाभू-दधुना तु किमादरः // 78 // અર્થાત્—એ જ રામ છું ને તમે તે જ વસિષ્ઠ છે, આ આશ્રમ પણ તે જ છે; વનમાં જતી વખતે મને કાંઈ આદર મળ્યો ન હતે, અત્યારે આટલા આદર સત્કાર શું કારણ? (78). વસિ જવાબ આઃ . P.P. Ac. Gunratgasu@. Saradhak Trust