________________ આ સ્ત્રીહત્યાનું પાપ શા માટે કરો છો? અવિચારી કાર્યનું પરિણામ સંતાપકારી જ હોય છે. , . રાજાએ જવાબ આપ્યો : મંત્રીશ્વર, તમે કહે છે તે સત્ય છે, પણ કુંવરી પુનઃ મનુષ્ય થાય ત્યારે જ મારા હદયમાં શાંતિ થાય. માટે તેની બાબત કાંઈ પણ ઉપાય શોધ જોઈએ. મંત્રીએ કહ્યું: માળણે ખરું કહ્યું છે કે યોગીઓએ તે વાનરને મૂકી દીધું છે અને આવું કાર્ય કરનારા ચોગીઓ જ હોય છે; તે લુચ્ચાઓ દેશદેશાંતર ભમે છે ને મંત્રજંત્રથી લેકેને છેતરે છે. વળી તેઓ જુઠ્ઠા, તોફાની ને માંસાહારીઓ પણ હોય છે. તેમને વિશ્વાસ કરવા જેવું હોતું નથી. આ ઉપરથી રાજાએ પોતાના સિનિકને મોકલી દેશ દેશાવરથી હજારે યોગીઓને ત્યાં બોલાવ્યા. તેઓ આવ્યા એટલે રાજાએ તે બધાને પશુની માફક એક મોટી વાડીમાં રાખ્યા. તેઓ ત્યાં રહીને વિચારવા લાગ્યા. રાજા આવી રીતે આપણું અપમાન કેમ કરે છે? પછી એક વખત રાજાએ તે ગીઓને કહ્યું: હે ગી જને, તમે દેશવિદેશ ફરો છે, મંત્ર જંત્ર જાણે છે, કળાકુશળ છે, માટે કોઈ પણ ઉપાયે વાંદરી થએલી મારી પુત્રીને તમે મનુષ્ય બનાવે. . તેઓ બોલ્યાઃ હે નરેશ, અમે તે ભિક્ષા માગીને નિર્વાહ કરીએ છીએ. અમને વીંછી ઉતારવાને મંત્ર પણ આવડતો નથી. જે કેાઈ ફાળ અમે જાણતા હતા તે