________________ 103 સગવડ અને ધર્મની ઈચ્છા દુર્લભ હોય છે. (176). માટે સદા ધર્માચરણ કરજો. એ ઉપદેશાનુસાર ધર્માચરણ કરતા થકે મન્મથ રાજા, થોડા સમયમાં કાળધર્મ પામી ઉત્તમ દેવલોકમાં ઉત્પન્ન થયે. - પછી શુભ મુહૂર્ત જોઈને પ્રધાનોએ રૂપસેન કુમારને રાજ્યાભિષેક કર્યો. ઘણા રાજાઓએ આ શુભ પ્રસંગે તેને. વિવિધ ભેટ આપી. રૂપસેન રાજા પણ ન્યાયપુર સરપ્રજાનું પાલન કરતો હતો. એક વખત તેના નગર પાસેના વનમાં જૈન સાધુઓ પધાર્યા. તેથી હર્ષ પામીને રાજા પરિવાર સાથે તેમને વંદન કરવા ગયો. ગુરુએ તેને ઉપદેશ આપ્યો. भवकोटीदुष्पापा-मवाप्य नृपत्वादिसकलसामग्रीं // भवजलधियानपात्रे / धर्मे यत्नः सदा कार्यः // 177 // અર્થાતુ—ચોરાશી લક્ષ યોનિમાં જન્મ લીધા પછી, મહામૂલે મનુષ્યદેહ અને વળી રાજત્વ ને બીજી અનુકૂળ સગવડે આ ભવમાં મળી છે, તો ભવસાગર તરવાના વહાણ-- રૂપ ધર્મની જ સદા આરાધના કરવી. (177). ઈત્યાદિ. ઉપદેશ આપ્યા પછી રાજાએ ગુરુને પૂછયું કયા કર્મના યોગે મારે બાર વર્ષ સુધી માતાપિતાને વિયોગ વેઠવો પડયો કયા શુભ કર્મથી મને અમૂલ્ય ચાર વસ્તુઓ મળી ? શાથી. મને પરદેશમાં પણ ધન અને મહત્તા મળી? કયાં કર્મોથી. આ બધાં સુખદુઃખ થયાં તે કૃપા કરીને મને જણાવો. - ગુરુએ જવાબ આપ્યોઃ હે રાજન્ ! તું તારે પૂર્વ ભવ. સાંભળ. તું તિલકપુરમાં સુંદર નામનો ખેડૂત હતો. તારી પત્નીનું નામ મારુતા હતું. એક વખત તારા ખેતરની સીમા 4 112. PP: AC. Gunraturas Bin Saradhak Trust