________________ માળણ બેલી: હે પૃવીપતિ, મેં તો તે વાનર તેણે ખૂબ હઠ કરવાથી આપ્યો હતો. તે વાનર તે મારી વાડીને રખેવાળ હતે. એક વખત મારી વાડીમાં ઘણા ગીઓ ઊતર્યા હતા, તેઓએ તે વાનર ત્યાં ભૂલથી કે બીજે કારણે મૂક્યો હતો. ગઈ કાલે જ કૌતુકવૃત્તિથી તેને સાથે લઈને હું કુંવરી પાસે આવી હતી. કુંવરીએ તે માગવાથી મેં નેહવશ થઈને તેને આ હતો. - તે સાંભળીને રાજા બોલ્યાઃ અરે દુષ્ટા, મારી પુત્રી ' તારી પાસેથી વાનર કેવી રીતે માગે ? તું જુઠ્ઠાબેલી ને હૃદયની દુષ્ટ જણાય છે. તારે માટે તે દેહાંતદંડ જ ચોગ્ય છે. . રાજાનાં આ વચન સાંભળી દુઃખી થયેલી માળણ વિચારવા લાગીખરે, મારા ઉપર દેવ રુક્યો લાગે છે. મેં કાંઈ કર્યું નથી છતાં મારો દોષ નીકળ્યો તે વિધિની વિચિત્રતા જ છે. કહ્યું છે કે, जं नयणेहिं न दीसइ / हिअएण विजं न चिंति कहवि / ते तं सिरंमि निवडइ / नरस्स दिव्ये पराहूते // 157 // ' અર્થા –મનુષ્ય પર જ્યારે દેવ રુઠે છે ત્યારે, આંખેથી જે જોવામાં ન આવે, હદયમાં જે કદી વિચારમાંયે ન આવે, તેવું તેવું માથા ઉપર આવી પડે છે. (157). પછી મંત્રીએ રાજાને કહ્યુંઃ હે દેવ, આમાં એને કાંઈ અપરાધ જણાતો નથી. માટે શા માટે તમે પાપ કરો છો? પહેલાં ચૌદ સે જેને રક્ષણ આપનાર પરદેશી કુમારને મારવાનું પાપ તમે કર્યું છે. અત્યારે ફેગટ