________________ એક ઝાડ કાપતા હતા, તેવામાં ત્યાં વસતે એક યક્ષ પ્રકટ થઈને બોલ્યાઃ હે ભાઈ, તું કૃપા કરીને મારું રહેવાનું -સ્થાન કાપીશ નહિ. તારી ઈચ્છા હોય તે માગ. - . તેણે કહ્યું હે યક્ષરાજ, મારા કુટુંબને જરૂર પૂરતું અનાજ તું હંમેશાં આપ. ' યક્ષે તે કબૂલ કર્યું એટલે હર્ષ પામીને ના ભાઈ ઘેર આવીને જુએ છે કે પોતાના કુટુંબને જરૂર પૂરતું અનાજ મળી ગયું છે; આથી તે ઘણે હર્ષ પામે. આવી રીતે દરરોજ યક્ષ તેને જે અન્ન આપતે તે વડે તે સુખે પોતાના કુટુંબન નિર્વાહ કરતે, કુટુંબને આવી રીતે સુખે દિવસ ગાળતું જોઈને મોટા ભાઈની વહુએ એક દિવસ નાના ભાઈની વહુને તેનું કારણ પૂછ્યું. તેણે જે સત્ય હકીક્ત હતી તે જણાવી. જેઠાણીએ તે વાત પિતાના પતિને કહીને તેને પણ તેમ કરવા જવા કહ્યું. આથી મોટે ભાઈ કુહાડી લઈને તે ઝાડ કાપવા ગયે. જે તે ઝાડ કાપવા જતો હતો તેવા જ ચક્ષે તેના બન્ને હાથે બાંધી દીધા ને તેના શરીરમાં પીડા ઉત્પન્ન કરી. આવી બંધનની સ્થિતિમાં તે માટે સ્વરે દુઃખના અવાજ કરવા લાગ્યા. ત્યાંથી પસાર થતા લેકે એ -તેની આ સ્થિતિ જોઈ તેની પત્નીને બધી વાત કહી. આથી ભયભીત થઈને તેણે ત્યાં આવી બલિકર્મ વગેરે કરીને ચક્ષને કહ્યું: હે ચક્ષાધિરાજ, કૃપા કરીને મારા પતિને છેડે. - યક્ષે કહ્યું હે સ્ત્રી, તારે ઘેર જેટલું ઘી રોજ થાય છે, તેટલું તારા દિયરને ત્યાં હું આપીશ તે તું કહે છે