________________ રાજાએ વિનંતિ કરીઃ હે મહાત્મા, મારી પુત્રીને કેઈએ વાંદરી બનાવી છે, તેને કૃપા કરીને આપ માનવ રૂપવાળી બનાવે. યોગીએ કહ્યું જે હું તેને માનવ બનાવું તો તમે મને શું આપશે ? * * રાજાએ તરત જ કહ્યું હું તમને પાંચ સે સેનામહોર અને એક ગામ આપીશ. : ' ચગીએ કહ્યું. અમે ગિજને ધન અને ગામને જ કરીએ ? જે તે કુંવરી સાથે મારાં લગ્ન કરી આપે તે હું તેને માનવરૂપ આપું. ' છે. આ સાંભળી રાજા ચિંતાતુર થયો. એક બાજુ વાઘ ને બીજી બાજુ ભયંકર નદી જેવી તેની સ્થિતિ થઈ. કહ્યું છે કે, एकतो हि गमनं परदेशे-ऽप्यन्यतश्च पिशुनैः सह संगः / / . पूर्वमेवहि कुभोजनमासी-न्मक्षिकानिपतनं च तथान्यत् / 170 અર્થાત–એક બાજુ પરદેશ (ધન કમાવા) ગયા, બીજી બાજુ દુષ્ટોને સંગ થયે; પ્રથમ જ ભેજન ખરાબ હતું, તેમાં વળી માખી આવીને પડી. (170). એક બાજુ મારી પુત્રી વાંદરી થઈને દુઃખ ભેગવે છે, બીજી બાજુ આ મંત્ર તંત્ર જાણનાર ચગી તેને મેળવવાની ઈચ્છા કરે છે. આવી રીતે ચિંતાતુર થએલા રાજાએ તેના મંત્રીને પૂછયું હવે શું કરવું ? મંત્રીએ કહ્યું એક વાર તેની ઈચ્છા માન્ય રાખીને કુંવરીને માનવરૂપ અપાવે. પછી બુદ્ધિપૂર્વક કાંઈ ઉપાય શોધીશું. P.P. Ac. Gunratnasucum. Saradhak-Trust.