________________ તેમ કરીશ. જે દિવસે તું તે પ્રમાણે નહિ કરે તે દિવસે તારા પતિને આ પ્રમાણે જ કરીશ. આથી બીકના માર્યા તેણે આ વાત કબૂલ કરી ને યક્ષે ચેષ્ઠ બંધુને મુક્ત કર્યો. માટે મંત્રી ! હું તને વારું છું છતાં તું મારું ક કરતો નથી તે તને પશ્ચાત્તાપ થશે. વચન સાંભળી મંત્રી પણ પાછો ફર્યો. આથી હર્ષ પામીને એકલે યેગી કુંવરીના મહેલમાં ગયા. ત્યાં દાસીઓને બહાર કાઢીને તે વાંદરીની આગળ મૂળિયું ધર્યું કે તરત જ તેનું મૂળ સ્વરૂપ થયું. પછી કુંવરીએ બોલાવ્યાથી સર્વ દાસીઓ ત્યાં આવી ને કુંવરીને અસલ રૂપમાં જોઈને અતિ હર્ષ પામીને બોલીઃ હે સખી, તું વાંદરી થઈ ગઈ હતી, ને આ સત્યરુષે રાજાની ઈચ્છાથી તને માનવરૂપ કરી છે.' આ કુંવરીએ તેને ઉપકાર માન્યો અને કહ્યું વિરેસ્ટ પરના વિરા પાર્શ્વતિ સનેહં विरला परदुक्खट्ठिा / परदुक्खे दुक्खिया विरला // 171 // ' અર્થાત–બીજાનું કામ કરી આપનાર પુરુષ વિરલ છે; વિરલ પુરુષ મળેલા સ્નેહને નિભાવી રાખે છે; વિરલ પુરુષે પારકાનાં દુઃખમાં ભાગ લે છે; ને પારકાનું દુઃખ જઈ દુખિત થનાર પુરુષો પણ વિરલ હોય છે. (171) પછી સર્વ દાસીઓ રાજાને વધામણી આપવા ગઈ રાજકુમારીએ રૂપસેન કુમારને ઓળખીને તેની ક્ષમા