________________ કુમારે જવાબ આપ્યોઃ હે સુંદરી! તું એક વિલાસિની રાજકુંવરી છે, ને હું અજાણ્યા પરદેશી છું. આપણે સંબંધ કેવી રીતે થઈ શકે? પરંતુ મનમાં ધારેલ વતની કસોટી કરવામાં આવે ને પછી સ્નેહસંબંધ બાંધવામાં. આવે તો તે સુખકર થાય. કહ્યું છે કે, कज्जेण विणा नेहो / अत्यविहणाण गोरवं लोए // पडिवन्ने निव्वहणं / कुणंति जे ते जए विग्ला // 90 // ' અર્થાત–કામ પડયા વિના નેહને અને અર્થ વિનાના. ગૌરવને લેકમાં પારખી શકાતાં નથી. જગતમાં વિરલ પુરુ જ મનમાં ધારેલી વાતની કેસેટ કરી શકે છે. (90), કનકવતીએ કહ્યું છે સ્વામિન્ ! હવે તો તમે જ મારું શરણ છે. उक्तेन बहुना किंवा / किं कृतेः शपथैनैः // वदामि सत्यमेवैत-वमेव मम मानसे // 11 // . અર્થાત–બહુ બોલવાથી કે બહુ સેગ લેવાથી શું ફાયદો? હું સત્ય જ કહું છું કે તમે જ મારા મનના સ્વામી છે. (91) - આમ કુંવરીને દઢ નિશ્ચય જાણીને કુમારે તેની ઈચ્છા કબૂલ કરી. તેણે ચાર લોટા લાવીને ચોરી કરી દીવાની સાક્ષીએ તેનું પાણિગ્રહણ કર્યું. થોડી વાર સુધી. વાર્તાવિનેદ કરી માળણને ઘેર તે પાછો ફર્યો. હવે તે. તે દરરોજ અચૂક કુંવરીને મહેલે જતે. વાર્તાવિદથી તે બનેને સમય સુખે વ્યતીત થતો. કહ્યું છે કે, P.P.Ac. Gunratchasiliul Saradhak Trust