________________ સાગરને પાર ધારી શકાતી વાંકી - કુંવરે કહ્યું પ્રિયા, હવે બહુ કહેવાથી શું ફાયદો? કૃત્રિમ સ્નેહથી જરા પણ ફાયદો થતો નથી. સાચા નેહને રંગ તે જુદો હોય છે. કહ્યું છે કે, प्राप्तुं पारमपारस्य / पारावारस्य पार्यते // स्त्रीणां प्रकृतिवक्राणां / दुश्चरित्रस्य नो पुनः // 151 // ' અર્થાત્ અગાધ મહાસાગરને પાર પામી શકાય છે, પણ પ્રકૃતિથી વાંકી સ્ત્રીઓના ખરાબ ચરિત્રને પાર પામી શકાતો નથી. (151). અને, कुमित्रे नास्ति विश्वासः। कुभार्यातः कुतः सुखं // कुराज्ये निवृतिर्नास्ति / कुदेशे नास्ति जीवितं // 152 // અર્થાત-કુમિત્રને વિશ્વાસ કરવો જોઈએ નહિ, ખરાબ સ્ત્રીથી સુખ કયાંથી મળે ? દુષ્ટ રાજ્યમાં શાંતિ હોતી નથી અને ખરાબ દેશમાં જીવન જીવી શકાતું નથી. (૧પર) " કુંવરી આજીજી કરતાં બેલીઃ સ્વામિનાથ, આપના જેવા મહાપુરુષે અપરાધ કર્યો હોય તેવા માણસે ઉપર પણ કે૫ કરતા નથી. ખરે, મેં તમને દુઃખ ઊપજાવ્યું છે. આથી હું અગ્નિ જેવી છું પણ આપ ચંદન જેવા હોવાથી ક્ષમા કરે. કહ્યું છે કે, सुजनो न याति विकृतिं / परहितनिरतो विनाशकालेऽपि // छिन्नोऽपि हि चंदनतरुः / सुरभयति मुख कुठारस्य // 153 // અર્થાત–વિનાશકાળ હોય છતાં સજજને વિકૃત માર્ગ ગ્રહણ કરતા નથી ને પારકાના હિતમાં રચ્યા પચા P.P. C. GunratdasGUNI.