________________ રહે છે. ચંદનનું ઝાડ કપાય છે છતાં કુહાડાના મુખને સુધી લગાડે છે. (૧પ૩). હે પ્રાણનાથ, હું વારંવાર આપના પગે પડીને કહું છું કે મારો અપરાધ ક્ષમા કરો. કુંવરીનાં વચનો સાંભળી રૂપસેન કુમાર બેઃ હે પ્રિયા, આમાં તારે કાંઈ અપરાધ નથી. માત્ર મારા પૂર્વ કર્મનો ઉદય થયો હોવાથી જ તેમ બન્યું છે. કારણકે, . उदयति यदि भानुः पश्चिमायां दिशायां। विकसति यदि पद्मं पर्वताये शिलायां // प्रचलति यदि मेरुः शीततां याति वह्नि / स्तदपि न चलतीयं भाविनी कमरेखा // 154 // અર્થાત્ –સૂર્ય કદાચ પશ્ચિમમાં ઊગે, કમળ પર્વતના શિખરે રહેલી શિલા ઉપર વિસે, મેરુ ચલાયમાન થાય ને અગ્નિ ઠંડું થઈ જાય, પણ ભાવિએ નિર્માણ કરેલી કમેની રેખા ચળતી નથી. (154). હે પ્રિયા, જે તું મારી આજ્ઞા પ્રમાણે વર્તવા કબૂલ હોય તો આ ઔષધિ સૂંઘ. તે સૂંઘીને તેની સુગંધ કેવી છે તે જે. તું જે તે સૂંઘીશ તો જીવીશ ત્યાંસુધી આપણ બન્ને વચ્ચે સ્નેહ રહેશે. - ભેળપણથી કુંવરીએ પેલું: મૂળિયું સંધ્યું, ને સૂંઘતાં વેંત જ તે વાંદરી થઈ ગઈ! પછી રૂપસેન કુમારે તેને થાંભલે બાંધી. તેના ઓરડાની અંદર તપાસ કરી પોતાની ચારે વસ્તુઓ લઈ પાવડીની મદદથી તરત જ તે માળણને ઘેર આવ્યા. રાસાવાર પડતાં જ પિતાની