________________ કવરીને પ્રણામ કરી તેણે ફૂલ વગેરે આપ્યાં. વાનરને જોઈ કનકવતી બેલીઃ હે સખી, આ મર્કટ સુંદર લાગે છે તેથી વિનેદને અર્થે તું મને તે આપ. આ સાંભળી માળણે જવાબ આપે : બહેન, તને હું બધું આપી શકું, પણ આ વાનર તે ન જ આપી શકું. તે મારી વાડીને રખેવાળ છે. મારા પતિને તે બહુ વહાલો છે. મારાં બાળકે પણ તેની સાથે રમત કરે છે તેથી તને કેઈ પણ રીતે તે આપી શકાય તેમ નથી. કુંવરીએ આગ્રહ કરતાં કહ્યુંગમે તે દ્રવ્ય કે, પણ મને તે વાનર આપ. તેના વડે મારા દિવસે આનંદમાં જશે. આમ કહીને તેણે માળણને એક સેનામહોર અને એક સુંદર સાડી આપી. આથી છેવટે માળ તે મને કુંવરીને આપી દીધો ને પોતે ઘેર પાછી ફરી. કુંવરીએ આખો દિવસ તે વાનર સાથે રમવામાં પસાર કીધો. સાંજ પડતાં દાસ દાસીઓ પિતાને આવાસે ગયાં એટલે તે વાનરે મૂળિયું સંધ્યું તે રૂપસેન કુમાર થઈ ગયો. તેને જોઈને આશ્ચર્ય પામી કુંવરી બોલીઃ અરે, આ શું આશ્ચર્ય ! શું આ ઈદ્રજાળ છે કે કોઈ સ્વપ્ન છે? પછી પિતાનાં વસ્ત્ર સંકેરી, દેવસ્વરૂપ પતિને આવેલા ઇને તેને પગે પડીને કુંવરીએ કહ્યું: હે પ્રાણનાથ, તમે મારે અપરાધ ક્ષમા કર. હે પ્રભુ! તમે જ મારું જીવનસર્વસ્વ છે. અજ્ઞાનથી મેં જે અપરાધ કર્યો છે તે મા કરે. એક વાર થયેલા અપરાધની ક્ષમા કરી શકાય છે. હવે ફરીથી હું હેમ નહિ કરુંની કિaradhak Trust