________________ 70 -લખેલું કે મંત્રી મૃત્યુ પામે છે. આ વાંચતા વેત જ સ્નેહના કારણે તેણે તત્કાળ પ્રાણ છોડ્યા. ચાકરે પાછા આવીને રાજાને તે માઠા સમાચાર કહ્યા. આથી રાજાએ મંત્રીની પાસે જઈને તેની પત્નીના મરણના સમાચાર કહ્યા. તે સાંભળતાં જ મંત્રી મૂછધીન થયો. કેટલીક વાર - ભાનમાં આવતાં તે આત્મઘાત કરવાને તત્પર થયો. આથી. રાજાએ પશ્ચાત્તાપ સાથે. બધી વાત અતિ કહી સંભલાવી, ને તેને નહિ મરવાની વિનંતિ કરી. પછી બાર વર્ષ પછી તે મંત્રી પોતાની પત્નીનાં અસ્થિ લઈને ગંગામાં નાખવા ગયે. ત્યાં સ્નાન કરીને તે પિતાની સ્ત્રીનું નામ લઈને પિલાં અસ્થિ ગંગામાં પધરાવતો હતે તે વખતે કાશીરાજની પુત્રી સખીઓ સાથે ત્યાં સ્નાન કરવા આવી. પોતાના પૂર્વ ભવનું નામ વગેરે સાંભળવાથી તેને - જાતિસ્મરણ જ્ઞાન થયું ને તે મૂછ પામી. આથી ગભરાઈને. તેની બહેનપણીઓ રાજા પાસે દોડી ગઈ અને રાજાને સર્વ વાત કહી. રાજા પણ તરત જ ત્યાં આવ્યો ત્યારે કુંવરીની સખીઓએ કહ્યુંઃ મહારાજ, આ પરદેશીએ કાંઈક મંત્ર ભર્યું -વાથી કુંવરી ભૂમિ ઉપર પડી ગઈ છે. કુંવરીને ઠંડા ઉપચાર કરવાથી તે ભાનમાં આવી. તેણે તેના પિતાને કહ્યું હે પિતા, આ પરદેશીનું તમે કોઈ અનિષ્ટ કરશે. તે હું તત્કાળ પ્રાણત્યાગ કરીશ. છે. આથી આશ્ચર્ય પામીને રાજાએ પૂછતાં કુંવરીએ પિતાને પૂર્વભવ કહ્યો, ને ઉમેર્યુંઃ આ જ મંત્રીશ્વર મારા પૂર્વના સ્વામી હતા તેથી મારું લગ્ન તમે તેની સાથે કરે, નહિ P.P. Ac. Gunratpasugum. Saradhak Trust