________________ માણુઓથી ભરાઈ ગયો છે. હે સુનયના, રાત્રિ પસાર થઈ છે માટે જાગ્રત થા. (14) : આમ બોલ્યા છતાં કોઈ પણ જવાબ નહિ મળવાથી આશ્ચર્ય પામીને બારીકાઈથી તેણે આજુબાજુ જોયું તો પિતાની પત્નીને ન જોઈ, તેમજ પોતાની પોટલી પણ ન જોઈ, આથી દિમૂઢ થઈને તે બેલી ઊડ્યોઃ અરે, હું ઊંઘતો હતો ત્યાં આ શું થયું? ખરે, निद्रा मूलमनर्थानां / निद्रा श्रेयो विवातिनी // निद्रा प्रमादजननी / निद्रा संसारवर्धनी // 145 // અર્થાત્ –નિદ્રા ઘણા અનર્થોનું મૂળ છે. નિદ્રા શ્રેય નાશ કરનારી છે, નિદ્રા પ્રમાદને વધારનારી છે અને સંસારને વધારો કરનાર પણ તેજ છે, (145), ખરે, મનુષ્યોને નિદ્રાથી ખૂબ નુકસાન થાય છે. કહ્યું છે કે, आजन्मोपार्जितं द्रव्यं / निद्या व्यवहारिणां // चौ रैस्तु गृह्यते सर्व / तस्मादेतां विवर्जयेत् // 146 // અર્થાત્—આખી જિંદગી કમાઈને ભેગું કરેલું વહે-વારિયાનું ધન ઊંઘના સમયે ચોર લઈ જાય છે, માટે તેને તજવી જોઈએ. (14) : ' ' ' . ' - પછી તેણે ઊભા થઈને સર્વત્ર તપાસ કરી પણ કુંવરીની ભાળ લાગી નહિ. એટલે તેણે વિચાર્યું. તે માતા:પિતાને મળવા માટે ફરીથી પિતાને સ્થાનકે ગઈ હશે, પણ મારી દિવ્ય વસ્તુઓ લઈ ગઈ છે તેથી મને દુઃખ થાય 9. Beeg , Ac, Gunrattias Bium Saradhak Trust ito :