________________ 77 તેણે પોપટને પૂછયું તારી માતા કંઈ ભણેલી છે? ' પિપટે જવાબ આપ્યા. વીસે વીસા. આ ઉપરથી હર્ષ પામીને તેણે બ્રાહ્મણને ઘણું મૂલ્ય આપીને તે પિપટ ખરીદ્યો. - ઘેર આવીને પૂછતાં પોપટે તે જ પદ કહ્યું. તે વખતે તેણે જાણ્યું કે લુચ્ચા બ્રાહ્મણે મને છેતરી. તેવી જ રીતે મને પણ આ ધૂર્તે છેતરી છે. અરે, હું રાજકુંવરી અને આ યેગીને સહવાસ મને કયાંથી થયો! કમની ગતિ વિચિત્ર. છે, ખરે– अघटितघटितानि घटति / सुघटितघटितानि जर्जरीकुरुते / / विधिरेव तानि घटयति / यानि पुमान्नैव चिंतयति // 141 // અર્થાત્ –જે કાંઈ ધારવામાં ન હોય તે બને છે અને ધારેલું હોય તે નિષ્ફળ થાય છે. આમ મનુષ્ય ધાયું નથી હતું તેવું એ વિધિ કરી નાખે છે. (141). અરે, દૈવે મારું અનિષ્ટ કર્યું. આવા નીચ જાતિના. સાથે સંપર્ક કરતાં મરણ જ શ્રેષ્ઠકર છે. માટે હવે હું પાછી જાઉં તે જ સારું છે. ' આમ વિચાર કરીને તે ચારે વસ્તુ લઈને પાદુકાના. આધારે તરત જ પિતાને ગામ આવી. રાતમાં જ આવું બનવાથી કોઈએ તે ગઈ હતી તે જાણ્યું નહિ. ઓછી બુદ્ધિથી તે મૂખી ચિંતામણિ જેવા તે કુંવરને તજી ગઈ. કહ્યું છે કે, अनृतं साहसं माया / मूर्खत्वमतिलोभता // .... अशौचं निदेयत्वं च / स्त्रीणां दोषाः स्वभावजाः॥१४२॥