________________ 72 તારી પાસે ન આવે તે તું મરણને વિચાર કરજે. હું કહી છે તે સિવાય બીજું કાંઈ બનશે જ નહિ; માટે તું ધીરજ ધારજે. : આટલું કહ્યા પછી માળણ પોતાને ઘેર ગઈ, અને કુંવરને સર્વ વૃત્તાન્ત કહ્યો. આ સાંભળીને કુમાર હર્ષ પાપે અને તેને કુંવરીને મળવાની ખૂબ ઉત્કંઠા થઈ. તે દિવસ તેને વર્ષ સમાન લાગે.રાત્રિ થતાંજ પાવડીઓ પહેરીને તે કુંવરીના મહેલે ગયે. કુંવરને જોતાં જ કુંવરી મેઘને જોઈને ઢેલને હર્ષ થાય તેમ આનંદ પામી. કહ્યું છે કે, अमृतं शिशिरे वह्नि-मृत क्षीरभोजनं // अमृतं राजसन्मान-ममृतं प्रियदर्शनं // 131 // ' અર્થા–શિશિર ઋતુમાં અગ્નિ અમૃત તુલ્ય છે, દૂધનું ભોજન પણ અમૃત તુલ્ય છે, રાજ્ય તરફથી મળેલ સન્માન અમૃત સમાન છે, અને પ્રિય જનને સમાગમ અમૃત જેવો છે. (131). " કુંવરે હૈડે વખત ત્યાં રહ્યા પછી કહ્યું: હે પ્રિયા, હવે અહીં રહેવું યોગ્ય નથી. એમ કહીને માળણને ઘેરથી પિતાની વસ્તુની પોટલી લઈ તેને કહ્યા સિવાય પિતાની પત્ની સાથે પાવડીઓ ઉપર ચડીને જે વડ નીચેથી પિતાને ચાર વસ્તુઓ ચોગીઓ પાસેથી મળેલી તે જ વડના ઝાડ નીચે તે આવ્યો. તે વડની નીચે જ તેઓએ રાત પસાર કરવાને નિર્ણય કર્યો. જ્યારે કનવતી સુઈ ગઈ હતી, ત્યારે કુમાર જાગતા હતા. કહ્યું છે કે, , P.P. Ac. GunratgasuguM. Saradhak Trust