________________ 71 તે હું અગ્નિસ્નાન કરીશ. રાજા પણ તે સાંભળી બહુ માનપૂર્વક મંત્રીશ્વરને પોતાને મહેલે લઈ ગયે ને પોતાની પુત્રીનું લગ્ન તેની સાથે કર્યું. આમ હે કુંવરી, મંત્રી જીવતો રહ્યો તો તેને પોતાની પત્ની મળી; માટે તું પણ મરવાની વાત તજી દે. કહ્યું છે કે, विपद्यपि गताः संतः / पापकर्म न कुर्वते // हंसः कुर्कुटवत्कीटा-नत्ति किं क्षुधितोऽपि हि // 129 // અર્થાત્ –ગમે તેટલું દુઃખ હોય છતાં સંત પુરુષે પાપનું કામ કરતા નથી. હંસ ગમે તેટલો ભૂખ્યો હોય છતાં કૂકડાની માફક શું કીડા ખાય ? (129) માળણનાં વચન સાંભળીને રાજકન્યાએ કહ્યું છે સખી, પ્રાણનાથ વિના ઉત્તમ સ્ત્રીએ જીવવું એગ્ય નથી. પતિ વિનાની સ્ત્રી વારંવાર અપમાન પામે છે. કહ્યું છે કે, विवाहे पुण्यकार्यादो। मंगलं सधवा स्त्रियः / / विधवा गर्हिता लोके / प्राप्नुवंति पराभवं // 130 // ' અર્થા–વિવાહ આદિ પુણ્ય કાર્યોમાં સધવા સ્ત્રીઓ શુકનવંતી ગણાય છે. વિધવાઓ આ દુનિયામાં તુચ્છકારાય છે ને તેનું વારંવાર અપમાન થાય છે. (13) હવે માળણે કહ્યું: હે સખી, તું ખેદ ન કર, તારો પતિ કુશલ છે. તે સાંભળીને કુંવરી બેલીઃ હે બહેન, જે મારો પતિ જીવતો હોય તો જગતમાં કઈ પણ મૃત્યુ ન પામે! : આ ઉપરથી માળ સોગન લઈને તેને કહ્યું? તારો પતિ જીવતે જ છે. તે સાંજ સુધી . જે રાત્રે તે P.P. Ac. Gunratshaus Leiu Saradhak Trust