________________ ઘેર બેસે, હું ત્યાં જઈશ. આમ કહીને દંડ લઈ તેને ત્યાં ગઈ. - શૂળી પાસે જઈને તેણે કુમારને બોલાવ્યો પણ તેણે જવાબ ન આપે. તરસથી ને ગળું સૂકાઈ જવાથી તે મૂર્શિત થયો હશે તેમ તેણે માન્યું. એથી તેણે એક વાર દંડથી તેને ઉપર પ્રહાર કર્યો તે તેણે આળસ મરડી. બીજી વાર તેણે એમ કર્યું તે તેણે આંખ ઉઘાડી તેની સામે જોયું. આથી હર્ષ પામીને માળણે ત્રીજી વાર દંડથી તેના શરીર ઉપર પ્રહાર કર્યો કે તરત જ સાવધાન થઈને તેણે માળણને બોલાવી. તેણે પણ તેને આશીર્વાદ આપ્યા ને પૂછ્યું હે ભાઈ, તને શું થયું હતું? 1. કુમારે કહ્યું. બહેન, મને ઊંઘ આવી હતી એટલે શું થયું તેની મને ખબર નથી. તે મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. પછી તે બન્ને ઘેર ગયાં. ઘેર જઈને માળણે કહ્યું ભાઈ, હવે કાંઈ શેક કરીશ નહિ; કારણ કે, मानपातोऽपि तस्य स्या-द्यस्य मानोन्नतिः क्षितौ // प्रणतिः पादयोरेव / निगडोऽपि पुनस्तयोः // 123 // ... અર્થા–જેને માન મળ્યું હોય તેને કઈક વખત અપમાન મળે છે. નમસ્કાર પગને જ કરવામાં આવે છે ને બંધન પણ પગને જ થાય છે. (123) . . માળણને પતિ પણ તેને સુખરૂપ ઘેર આવેલો જોઈને હર્ષ પામ્યો, ને સ્વાગત કરતો બેઃ મારી સ્ત્રીએ કરેલા P.P. Ac. Gunratnasucum. Saradhak ilust