________________ - 48 માફક તેનું ધ્યાન ધરતી બેઠી. રૂપસેન કુમારે તે દિવસ ગાજે. જેવી રાત પડી ને લોકોને અવરજવર ઓછા થયા. કે તરત જ પાદુકા ઉપર ચઢીને કનકવતીના મહેલે આ ત્યારે દેવકુમાર જેવા કુંવરને ત્યાં આવેલ જેઈને કુંવરી આશ્ચર્યચકિત થઈ ઊઠી. કહ્યું છે કે, संभ्रमः स्नेहमाख्याति / देशमाख्याति भाषितं // आचारः कुलमाख्याति / वपुराख्याति भोजनं // 89 // અથ–સંભ્રમ થવો તે સ્નેહનું લક્ષણ છે, વાણું ઉપરથી દેશ પરખાય છે, આચાર ઉપરથી કુળની પરીક્ષા કરાય છે ને શરીર ઉપરથી ભજનનું અનુમાન કરાય છે. 89) કુમારના દર્શનમાત્રથી કુંવરીનું મન પ્રપુલ્લિત થયું. પછી તેને એગ્ય સન્માન આપીને આગતા સ્વાગત કરી પૂછયું: સ્વામી, તમે કેવી રીતે અહીં આવ્યા કેવી બુદ્ધિ વાપરી? મારા મહેલની આજુબાજુ મારા રક્ષણ માટે મારા પિતાએ શસ્ત્રસજજ સાત સે પહેરેગીરે. મૂક્યા છે. આથી દરવાજાના રસ્તે અહીં આવવું કઈ પણ. મનુષ્યને માટે અશકય છે. કુમારે જવાબ આપે છે કામિની ! હું દેવની માફક મારી વિદ્યાના બળે ગમે તે જગ્યાએ જઈ શકું છું. આ ઉપરથી કુંવરીએ વિચાર્યું: આ કેઈસવ કળાને જાણનાર પુરુષ છે. જે તે મારા પતિ થાય તો મારું પુણ્ય ફળે. એમ સ્વગત વિચારી કુમારને કહ્યું: હે પુરુષ. તમે મારું પાણિગ્રહણ કરે. - P.P. Ac. Gunratgasugun. Saradhak Trust