________________ અર્થ-દુઃખમાં ધર્ય, અભ્યદયમાં ક્ષમા, સભામાં વાકચાતુર્ય ને યુદ્ધમાં પરાકમ, વળી યશની આકાંક્ષા, ને વિદ્યાને વ્યાસંગઃ આ મહાન પુરુષોનું પ્રતિસિદ્ધ લક્ષણ છે. (113). રાજાએ વિચાર્યું : धृष्टो दुष्टश्च पापिष्ठो / निलज्जो निर्दयः कुधीः // निःशूकश्च भवेत्क्रूर / एतच्चोरस्य लक्षगं // 114 // અથ–પૃષ્ટ, દુષ્ટ, પાપિણ્ડ, નિર્લજજ, નિર્દય, દુષ્ટ બુદ્ધિવાળો, જડથા જે, કૂર, આ બધાં ચેરનાં લક્ષણ છે. (114). સભામાં આટલી ધૃષ્ટતાથી બોલનાર આ ખરેખર ચેાર હો જોઈએ. આમ વિચારી કોપાયમાન થઈને તેણે સેનાપતિને કહ્યું: હે સેનાપતિ, આ અધમને અપમાનપૂર્વક ગામમાં ફેરવી ચૌટામાં વિલંબ વગર શૂળીએ ચડાવે. લેકેની સમક્ષ પણ તેણે કરેલ પાપનું ફળ ખુલ્લું કરી બતાવેઃ કારણ કે, दुष्टानां दुर्जनानां च / पापिनां क्रूरकर्मणां // अनाचारप्रवृत्तानां / पापं फलति तद्भवे // 115|| અર્થાત્ –દુષ્ટનું, ઇજનેનું, પાપીઓનું, કૂર કર્મ કરનારાઓનું, અને અનાચાર કરનારાઓનું પાપ આ ને આ ભવમાં ફળે છે. (15). આ સાંભળીને રૂપસેન કુમારે કહ્યું: હે નૃપતિ, કૃપા કરીને આ વેશ્યાઓ તથા પહેરેગીરેને અભયદાન આપે. આ ઉપરથી રાજાએ તેમને મુક્ત કર્યા અને તેઓ પણ હર્ષ પામીને ઘર તરફ ચાલવા લાગ્યા. લેકેને પણ P.P. Ac. Gunrathlasugum. Saradhak Trust