________________ માળણે કહ્યું હે કુમાર! હવે તું મારો ભાઈ છે, તેને સાક્ષી પરમેશ્વર છે. હવે કુમાર સુખેથી તે ઘરમાં દિવસો નિર્ગમન કરતો ન હતું. એક વખત તેણે બાકીની ત્રણ વસ્તુઓને પ્રભાવ પણ માળણને કહ્યો. શાસ્ત્રમાં મના કર્યા છતાં તેણે ગુપ્ત વાત સ્ત્રીની આગળ કહી. કહ્યું છે કે, . શ્રી ગુર્ઘ વળે બાળ સંરતૈિરવિ नीतो हि पक्षिराजेन / पद्मरागो यथा फणी // 82 // અર્થાત–કંઠે પ્રાણ આવી ગયા હોય તે ઘડીએ પણ - સ્ત્રીને ગુપ્ત વાત કહેવી ન જોઈએ. પદ્મરાગમણિવાળા સર્ષને ગરુડ ઉઠાવી ગયો હતે. (82) * પરંતુ નસીબવેગે આનું કડવું પરિણામ રૂપસેન કુમારને ભેગવવું ન પડ્યું. બન્ને ભાઈ બહેન વચ્ચે દિવસે દિવસે ગાઢ પ્રેમ થતો ગયો. એક દિવસ પિતાના મકાનની અગાશી ઉપરથી તે બને શહેર જતાં હતાં, ત્યારે ડે દૂર કુમારે એક સાત માળને મહેલ જે, ને માળણને પૂછયું: બહેન, આ મહેલ કે છે? માળણે જવાબ આપ્યાઃ આ કનકપુર પાટણ નામનું નગર છે. અહીં કનકભ્રમ નામને રાજા રાજ્ય કરે છે. તેને કનકમાલા નામની પટરાણી છે. તેમને કનવલી નામની એકની એક પુત્રી છે. આ કનકવતી વિદુષી અને સર્વગુણસંપન્ન સાક્ષાત્ સરસ્વતી છે. સ્ત્રીનાં સર્વોત્તમ લક્ષણે તેનામાં જવામાં આવે છે. તે ચોસઠ કલામાં નિપુણ છે. હું ફૂલ લઈને તેને આપવાને જ તેને મહેલે જઉં છું. તેના * P.P. Ac. Gunratdasu@um. Saradhak Trust