________________ મહેલને ત્રણ સે ને સાઠ બારણું છે, અને તેમાં ચેર્યાશી. ગોખ છે. આખા વર્ષ દરમ્યાન તે દરરોજ એક્કેક બારણું ઉઘાડે છે ને તેમાંથી આખા શહેરને નિહાળે છે. રાજાની. આજ્ઞા સિવાય તે બહાર નીકળતી નથી. કુમારે પૂછ્યું: હે બહેન, આપણું ઘરની બાજૂનું મહેલનું બારણું ક્યારે ઊઘડશે? માળણે જવાબ આપ્યો તે હું બરાબર જાણતી નથી. આમ તેઓ વાત કરતાં હતાં તેવામાં કનકવતીએ તેમના ઘરની બાજુનું બારણું ઉઘાડયું, તેથી કુમાર હર્ષ પા. ખરે, ઉત્તમ પુરના મનોરથે ઈચ્છતાંવેંત જ સિદ્ધ થાય છે. માટે, रे चित्त खेदमुपयासि मुधा किमत्र / रम्येषु वस्तुषु मनोहरतां गतेषु // पुण्यं कुरुष्व यदि तेषु तवास्ति वांछा। पुण्येविना न हि भवंति समीहितार्थाः // 83 // અર્થા—હે ચિત્ત, જ્યારે મનોહરતાને પામેલી. સુંદર વસ્તુઓ તારી સમક્ષ આવી પડે છે, ત્યારે વ્યર્થ ખેદ કેમ કરે છે? જે તેની ઈચ્છા હોય તો પુણ્ય કર, . પુણ્ય વિના ધારેલાં કાર્યો સિદ્ધ થતાં નથી. (83) હવે શુભ કર્મના ઉદયથી તે કુમારીની દૃષ્ટિ કુમાર ઉપર પડી. તેથી કુમારને હર્ષ થયો. તેનું અનુપમ રૂપ. નિરખીને કુમાર વિસ્મિત થયે. બન્નેનાં નેત્રો મળતાં પરસ્પર આકર્ષણ થયું ને તેમાંથી નેહ ઉત્પન્ન થયો. P.P. Ac. Gunratthaus Giuhal Saradhak Trust