________________ અર્થા–અંગે ગળી ગયાં હોય છે, માથે પળિયા આવેલાં હોય છે, મેઢામાં એકે દાંત નથી, વૃદ્ધત્વને લીધે હાથમાં લાકડી ઝાલવી પડે છે, છતાં પણ આશા છેડી શકાતી નથી. (43) તે બ્રાહ્મણને જોઈને કુમારે તેને નમસ્કાર કર્યો. બ્રાહ્મણે તેને “સ્વસ્તિ” કહી નજીક આવતાં તેને ઓળખી કાઢયો, કારણકે ઘણી વાર તે મન્મથ રાજની સભામાં દક્ષિણા લેવા માટે આવ્યો હતો, ને રૂપસેન કુમારને ઓળખતો હતો. બ્રાહ્મણ નજીક આવતાં કુમારે પૂછયું: હે ભૂદેવ! આપ આ ગાઢ વનમાં કેમ આવ્યા છે? બ્રાહ્મણે કહ્યું: હે કુમાર, લેભના ઉદયથી હું આમ પરિ-ભ્રમણ કરું છું. મેં સાંભળ્યું હતું કે મન્મથ રાજાના પુત્રનાં લગ્ન છે, આથી દક્ષિણા માટે હું ત્યાં જઉં છું. કહ્યું છે કે मोदका यत्र लभ्यते / न दूरे पंचयोजनी // . वटका यत्र लभ्यते / नदूरे दशयोजनी // 44 // અર્થાત–જ્યાં લાડવા મળે છે ત્યાં પાંચ એજન બહુ દૂર લાગતા નથી, અને જ્યાં સોનામહોર મળે છે ત્યાં દશ ચજન જતાંય થાક જણાતું નથી. (44) : આ સાંભળીને કુમારે કહ્યું: તે સત્ય છે. તમે ત્યાં સત્વર જાઓ. હવે બ્રાહ્મણે કુમારને પૂછ્યું: જે તે વાત સત્ય છે તે તમે આ અવસરે ઘર છોડીને ક્યાં જાઓ છે ? કુંવરે જવાબ આપેઃ પરદેશ જેવા માટે બ્રાહ્મણે કહ્યું. તેનું કાંઈ પણ કારણ હોવું જોઈએ. PP. Ac: Gunratuhiais ciuni Saradhak Trust