________________ 34 નગરમાં આવીને વાડીના માલિક માળીને વધામણીના સમાચાર આપ્યા. માળીએ આ વાત તરત તા માની નહિ પણ મનથી માન્યું કે કદાચ કોઈ દેવ ત્યાં આવેલ હોય તે તેના પ્રભાવથી વાડી સજીવન થાય. આથી તેની ખાત્રી કરવા તેણે પિતાની પત્ની માળણને ત્યાં મેકલી. તે ત્યાં આવીને જુએ છે તે લોકોએ કહેલું સર્વ સત્ય લાગ્યું. આજુબાજુ નિહાળતાં ચંપકવૃક્ષ નીચે દિવ્યરૂપ કુમારને સૂતેલો છે. તેને જોઈને માળણે વિચાર્યું કે ખરે તે દિવ્ય પુરુષના પ્રભાવથી જ વાડીને નવજીવન મળ્યું છે, માટે આ કુમાર મહાપુણ્યવાન લાગે છે. કહ્યું છે કે, घरांतःस्थं तरोर्मूल-मुच्छ्रयेणानुमीयते // अदृष्टोऽपि तथा प्राच्यो / धर्मो ज्ञायेत संपदा // 68 // '' અર્થા—જેવી રીતે જમીનની અંદર આવેલા મૂળની કલ્પના ઝાડની ઊંચાઈ ઉપરથી કરાય છે, તેવી જ રીતે પૂર્વનું ધર્મ-પુણ્ય દેખાય નહિ છતાં ગરવે કરી તેને ખ્યાલ કરી શકાય છે. (68). આ પુરુષથી મારી વાડી નવપલ્લવિત થઈ છે માટે હું તેની ભક્તિ કરું. ' : એમ વિચારીને વાડીમાંથી મનહર સુગંધી ફલે ભેગાં કરી તેને ચાસરે હાર તૈયાર કરી કુંવર જાગ્યો ત્યારે માળણે યથાવિધિ તેને પહેરાવ્યા. કુમારે પણ તેને એક સેનામહોર આપી. આથી હર્ષ પામીને માળણું બેલીઃ હે મહાપુરુષ, આપ મારે ઘેર પધારે. તે સાંભળીને કુમારે વિચાર્યું કે આ ધનના દાનનું જ ફળ છે. પછી તે માળણની સાથે તેને ઘેર ગયો. પિતાને ઘેર P.P. Ac. Gunratbasu@um. Saradhak Trust