________________ અર્થાત–દંભી મનુષ્યથી દેવોય છેતરાય છે તે માણસનું તો શું પૂછવું? દેવી અને યક્ષને વાણિયાએ રમત માત્રમાં છેતર્યા હતા. (71) - આ બાબત એક દષ્ટાન્ત મને યાદ આવે છે. દેવપુ૨માં કુળાનંદ અને મદનકળા નામનાં પતિપત્ની રહેતાં હતાં. તેમને કોઈ સંતતિ નહતી. તેમણે પુત્રની પ્રાપ્તિ માટે ચામુંડા માતાને ત્રણ લાખ સોનામહોરોની માનતા માની. પુત્રનો જન્મ થયા પછી પોતાની પ્રતિજ્ઞાનુસાર લાખ લાખ સોનામહોરનાં ત્રણ ફૂલે કરાવી, થાળમાં લઈ, વણિક ચામુંડા માતાનું મંદિરે આવ્યો. તે ફુલેમાંથી એક ફૂલ ચામુંડાના માથા ઉપર ને બીજાં બે તેના હાથમાં મૂકી પ્રણામ કર્યા. જતી વખતે તેમાંથી એક પિતાને માટે, એક પિતાની પત્ની માટે ને ત્રીજુ પિતાના પુત્ર માટે પ્રસાદીરૂપે લઈ તે ઘેર ગયે. આથી ખિન્ન થઈને ચામુંડા દેવીએ પોતાના મિત્ર યક્ષને વાત કહી. યક્ષે તે સાંભળીને કહ્યુંઃ હે દેવી, સારું થયું કે તું તેના પાશમાંથી અખંડિત છૂટી. મને તે વણિકે બહુ પજવ્યો હતો તેની વાત હું તને કહું તે સાંભળ. તે વણિકનું વહાણ ડૂબતું હતું ત્યારે મારું સ્મરણ કરી મને એક પાડાનું બલિદાન આપવાની તેણે માનતા માની હતી. તેનું વહાણ સહીસલામત પહોંચ્યું ત્યારે તેણે એક પાડે લાવી તેનું દોરડું મારા ગળે બાંધી તેની આગળ વાજાં વગાડવા માંડ્યાં. આથી ત્રાસ પામીને તે પાડે મને મૂળમાંથી ઉખેડી નાખી ઘસડતો ઘસડત લઈને ચાલવા લાગ્યા. થોડા વખત પછી દોરડું તૂટી ગયું. એટલે હું રસ્તામાં પડી રહ્યો. ત્યાંથી P.P. Ac. Gunratthais Giuhal Saradhak Trust