Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 27
________________ લાવી તે બાબત પૂછ્યું. તેમણે પદ્માવતી દેવીને પૂછીને રાજાને કહ્યું- હે રાજન! તે બાબત પૂછતાં પદ્માવતી દેવીએ મને એમ કહ્યું છે કે, मन्मथ राज्ञः पुत्रः / परदेशगतोऽत्र रूपसेनाख्यः // द्वादशवपैरेव हि / मिलिष्यति श्रीकलत्रयुतः // 38 // ' અર્થાત્ મન્મથ રાજાનો રૂપસેન નામને પુત્ર જે અત્યારે પરદેશ ગયો છે તે લક્ષ્મી ને પત્ની સાથે બાર વર્ષ પછી જ આવી મળશે. (38). આ બાબત કાંઈ શંકા નથી. દેવે કહ્યું છે તેમાં ફેર નહિ પડે.. - આ સાંભળીને રાજાને ઘણું દુઃખ થયું. નોકરચાકરો વગેરે દીલગીર થયા. રાજા સભામાં પણ બેસતે નહિ. તે ગુણવાન પુત્ર સિવાય તેને સભા સૂની લાગતી હતી. ___ एकेन वनक्षेण / पुष्पितेन सुगंधिना // वासितं तद्वनं सर्वं / सुपुत्रेण कुलं यथा // 39 // અર્થાત–વનમાં એક ઝાડ ઉપર સુગંધી ફેલો હોય તે આખું વન મઘમઘી ઊઠે છે, તેવી જ રીતે એક સુપુત્રથી આખું કુલ દીપી નીકળે છે. (39). વળી, __ एकेन राजहंसेन / या शोभा सरसो भवेत् // न सा बकसहस्रेण / सुपुत्रेण तथा कुलं // 40 // ' અર્થાત–એક રાજહંસથી સરોવરની જે શભા થાય છે તે સેંકડો બગલાથી પણ થતી નથી. તે જ પ્રમાણે સુપુત્રથી કુળ શોભે છે. (40). રાજા વારંવાર વિચારતે P.P. Ac. Gunratshaus Leiud Saradhak Trust

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120