________________ ઘડે થાકી ગયો, કારણકે સળંગ સોળ પ્રહર સુધી તેણે પ્રવાસ કર્યો હતો. પિતાના નગરથી પોતે ઘણે દૂર નીકળી ગયો છે એમ જાણીને ઘોડાને છેડી કુમાર એક ઊંચા પર્વતની તળેટીમાં આવેલા આંબાના વનમાં આરામ લેવા લાગે. આ બાજુએ મન્મથ રાજાને રૂપસેન કુમાર પ્રભાતમાં પાયવંદન કરવા આવે નહિ તેથી રાજાએ તપાસ કરાવી તે કુમાર નગરમાં હોય એવું માલુમ પડ્યું નહિ. રાજાએ સેવકને મેર તપાસ કરવા મેકલ્યા. તેમણે વન, વાડી, બગીચા તપાસ્યા, અનેક વટેમાર્ગુઓને | પૃચ્છા કરી, પરંતુ કુમારને પત્તો મળ્યો નહિ. સેવકોએ પાછા ફરી રાજાને એ વાત કહી તેથી રાજા બહુ ખિન થ. પછી રાજાએ જોષીઓને બોલાવ્યા અને તેમને પૂછયું કે રૂપસેન કુમાર અત્યારે કયાં છે અને પાછા ક્યારે આવી મળશે તેને જવાબ તમારી જોતિષ વિદ્યાથી શોધીને મને કહો. જોષીઓએ પોતપોતાની બુદ્ધિ અનુસાર ખૂબ વિચાર કર્યો પણ તેઓ કાંઈ નિર્ણય કરી શક્યા નહિ. તેમણે બીજે દિવસે જવાબ આપવાનો વાયદો . કર્યો. બીજે દિવસે જોષીઓએ આવી રાજાને કહ્યું છે . રાજન્ ! રૂપસેન કુમાર સંબંધી વાત અમે આપને કહેવા ઈચ્છતા નથી, આપે તે પૂછવી પણ નહિ, કારણ કે અમારે જવાબ સાંભળીને આપને અત્યંત દુઃખ થશે. . . જેવીઓની આવી વાત સાંભળીને રાજા મૂર્શિત થઈ ગ. ડી વારે ભાનમાં આવ્યા પછી રાજાએ જૈન યતિને P.P. Ac. Gunratpasugum. Saradhak Trust